<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

ઝૂંપડપટ્ટીના બાળકોના દ્વારા બનાવાયેલ ચીજ - વસ્‍તુઓનું પ્રદર્શન - વેચાણ

રાજકોટ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્‍ટના ઉપક્રમે સમાજના છેવાડાના ઝુપડપટ્ટી વિસ્‍તારમાં વસતા બાળકોના હસ્‍તે તૈયાર કરેલ વિવિધ ચીજ વસ્‍તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્‍યુ હતું. જેમાં સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન પ્રોજેકટના કચરો વીણતા અને ઝુપડપટ્ટી વિસ્‍તારમાં વસતા બાળકો દ્વારા બનાવેલ દીવડાઓ, તોરણ, હસ્‍તકલા, સુશોભન જેવી ચીજોનું પ્રદર્શન અને વેચાણ ગોઠવવામાં આવ્‍યુ હતું.

આ સંસ્‍થા છેલ્લા ૩૦ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. સંસ્‍થા દ્વારા બાળકોના ઉત્‍કર્ષ માટે વિવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવે છે. જે અંતર્ગત સંસ્‍થા સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન પ્રોજેકટ દ્વારા અંદાજે ૩૦૦ જેટલા બાળકોના વોકેશનલ ટ્રેનીંગ આપીને તેમના જીવનમાં ઉજાસ લાવવા નીમીત બને છે.  આ કાર્યક્રમનું મંગલદીપ પ્રાગટય પ્રિયાબેન અઢીયા (નાથ સ્‍ટોલ), મોહિની કુવરબા જાડેજા, નિશાબેન જોબનપુત્રા, કર્મચારી બહેનોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રદર્શન કામ વેચાણમાં અનેક આઇટમો મૂકવામાં આવેલ છે. જેમાં સ્‍ટ્રીટ ચિલ્‍ડ્રન પ્રોજેક્‍ટના બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીપાવલિ માટે અવનવા દિવડાઓ, ભરત ગૂંથણની આઇટમ, તોરણ, ફોટો ફ્રેમ, ગિફ્‌ટ આર્ટીકલ તેમજ અનેક સુશોભનની ચીજવસ્‍તુઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલ છે. આ પ્રદર્શન દ્વારા વેચાણ તા. સુધી સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી નાથ સ્‍ટોલ, બ્‍લીંગ ગેલેરી, જીલ્લા પંચાયત ચોક, ડો.યાજ્ઞિક રોડ કોર્નર ખાતે શરૂ ખુલ્લુ રહેશે. આ પ્રદર્શન કામ વેચાણ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્‍સાહિત કરવા નીતિનભાઈ ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ધનસુખભાઈ ભંડેરી, વંદનાબેન ભારદ્રાજ, મોહિનીકુવરબા જાડેજા, નરેન્‍દ્રસિંહ ઠાકુર, પરેશભાઈ હુંબલ, કાશ્‍મીરાબેન નાથવાણી, રસીલાબેન સાકરીયા, મનુબેન રાઠોડ, કલ્‍પનાબેન કિયાડા, કંચનબેન સીધપુરા, જસુમતીબેન વસાણી, મહેશભાઈ પરમાર, હરીશભાઈ શાહ, મીત્‍સુબેન વ્‍યાસ, એન.જી.પરમાર, વિનુભાઈ વ્‍યાસ, જીજ્ઞેશભાઈ રત્‍નોતર, ડી.બી.ખીમસુરિયા, વગેરેની વિશેષ ઉપસ્‍થિતિ હતી.

બાળકો દ્વારા બનાવાયેલ વસ્‍તુઓના પ્રદર્શન કામ વેચાણના આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્‍ટીઓ શ્રીમતી અંજલિબેન રૂપાણી, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, કો ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટિલ, કાર્યકર્તાઓ તથા કર્મચારીઓ શ્રી શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા વગેરેએ ભારે જહેમત ઊઠવેલ છે.

(4:11 PM IST)