<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

બહેનના ઘરે બેસવા ગયેલા એવરેસ્‍ટ વીલાના હસમુખભાઇ બોડાનું હૃદય બેસી જતાં મોત

નાના મવા રોડ અંકુર કર્મચારી સોસાયટીમાં બનાવઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૧૬: હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્‍યુ થયા છે. કાલાવડ રોડ કણકોટ રોડ પર એવરેસ્‍ટ વીલામાં રહેતાં પ્રોૈઢ નાના મવા રોડ પર રહેતાં બહેનના ઘરે આટોમ ારવા ગયા ત્‍યારે હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્‍યુ થયું હતું. બીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટના વૃધ્‍ધનું પણ હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ કણકોટ રોડ પર એવરેસ્‍ટ વીલા એપાર્ટમેન્‍ટમાં રહેતાં હસમુખભાઇ અરજણભાઇ બોડા (ઉ.વ.૫૫) ઘરેથી બહાર આટો મારવા નીકળ્‍યા બાદ  સાંજે નાના મવા રોડ અંકુર કર્મચારી સોસાયટીમાં રહેતાં પોતાના બહેન ચેતનાબેન પ્રવિણભાઇ તાલપરાના ઘરે બેસવા ગયા હતાં. જ્‍યાં એકાએક તબીયત બગડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું તબિબની તપાસમાં ખુલ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર હસમુખભાઇ બોડા ત્રણ ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. તેઓ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.

બીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ હાઉસીંગ બોર્ડમાં રહેતાં નટુભાઇ રાણાજી ચોૈહાણ (ઉ.વ.૬૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોસ્‍ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનું તબિબને જણાયું હતું. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે માલવીયાનગર અને થોરાળા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:04 AM IST)