તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
કોઠારીયા સોલવન્ટમાં માવતરના ઘરે પ્રિયંકાબેન કાકડીયાએ ફિનાઇલ પીધું
ત્રણ મહિનાથી રિસામણે છેઃ પતિએ સંતાનોને મળવા ન દેતાં પગલું ભર્યાનું કથન

રાજકોટ તા. ૧૬: કોઠારીયા સોલવન્ટ સિતારામ ચોકમાં હાલ માવતરના ઘરે રહેતી મવડી લાભદીપ સોસાયટીની પરિણીતા પ્રિયંકાબેન શાંતુભાઇ કાકડીયા (ઉ.વ.૨૭)એ ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
પ્રિયંકાબેને જણાવ્યું હતું કે તેના લગ્ન શાંતુ કાકડીયા સાથે થયા છે અને સંતાનમાં એક દિકરી તથા એક દિકરો છે. પતિ બોરવેલનો ધંધો કરે છે. તેણીએ આક્ષેપ કર્યો હતો કે પતિ ઘરખર્ચના પૈસા આપતાં ન હોઇ અને સાસરીયા પણ હેરાન કરતાં હોઇ જેથી પોતે ત્રણ મહિનાથી કોઠારીયા સોલવન્ટમાં પિતા શાતિભાઇ લાખાણીના ઘરે રહે છે. સંતાનો પતિના ઘરે હોઇ પોતે ત્યાં મળવા જતાં સંતાનાનો મળવા ન દઇ કાઢી મુકાતાં માઠુ લાગવાથી પોતે ફિનાઇલ પી ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(11:04 AM IST)










