તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
નામચીન બુટલેગર ધવલ સાવલીયાને રૂરલ પોલીસે ‘પાસા'તળે જેલમાં ધકેલી દીધો
વડોદરા જેલમાં ધકેલાયેલ રાજકોટના બુટલેગર ધવલ સામે અગાઉ રાજકોટ સહિત ૪ જીલ્લામાં દારૂના ર૮ ગુન્હાઓ નોંધાયા છે

રાજકોટ તા. ૧૬ :.. રાજકોટ જીલ્લા સહિત ૪ જીલ્લાના ર૮ દારૂના ગુન્હામાં સંડોવાયેલ નામચીન બુટલેગર ધવલ સાવલીયાને રૂરલ પોલીસે પાસા તળે જેલમાં ધકેલી દિધો હતો.
ભાયાવદર પો.સ્ટે. તથા જસદણ પો.સ્ટે. તથા જેતપુર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં ગે.કા. ઇંગ્લીશ દારૂના કેશમા પકડાયેલ અને અગાઉ રાજકોટ શહેર, મોરબી, વડોદરા, સુરેન્દ્રનગર જીલ્લાના વિદેશી દારૂના કેશમાં પકડાયેલ આરોપી ધવલ સ.ઓ. રસીકભાઇ બાબુભાઇ સાવલીયા ઉ.વ.૩૧ ધંધો.વેપાર, રહે રાજકોટ કોઠારીયા મેઇન રોડ, સાઇબાબા સર્કલ વાળો રોડ, જે.કે.એપાર્ટમેન્ટ, ત્રીજા માળે ભાડેથી મુળ રહે.નાગડકા તા.ગોંડલ જી.રાજકોટ વાળા રૂરલ એસ. પી. વિજયસિંહ ગુર્જરની સુચનાથી વિરૂધ્ધ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી એચ.સી. ગોહીલ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય નાઓ દ્વારા ગે.કા. ઇગ્લીશ દારૂ વેચાણના ગુન્હા આચરનાર ઇસમ વિરૂધ્ધ પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, રાજકોટ તરફ મોકલતા રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ડો.ઓમપ્રકાશ દ્વારા મજકુર ઇસમની પાસા મંજુર કરી વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એચ.સી.ગોહીલ તથા આર.વી.ભીમાણી એલ.સી.બી.ટીમ દ્વારા મજકુર ઇસમને રાજકોટ ખાતેથી શોધી પાસા અટકાયતના હુકમની બજવણી કરી મજકુર ઇસમને એલ.સી.બી. ટીમ દ્રારા પોલીસ જાપ્તા સાથે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
આ કામગીરીમાં રાજકેટ ગ્રામ્ય એલસી.બી.ના એએસ.આઇ બાલકળષ્ણ ત્રિવેદી, તથા અમીતસિંહ જાડેજા, તર, પોહેડ.કોન્સ. રાજુસાફ શકવા મનોજભાઇ બાયલ, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા હિતેષ, હર્મરપરા તથા પો.કોન્સ. અબ્બાસભાઇ ભારમલ ભાવૈશભાઈ મકવાણા, વિજરસાર દિંહાર, તથા ડ્રા.પો.કોન્સ. અનિરૂધ્ધસિંહહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, અઝુલભાઇ શેખ દ્વારા, કરવામા આવેલ છે.
(12:15 PM IST)










