તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીએ ૨૫ ગૌશાળાને ૫૪૦૦ કિલો ઘાસચારો અર્પણઃ ૧૯મીએ વ્યાખ્યાન
બંધુ બેલડી શ્રી જિનહેમચંદ્રસાગરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્નમુનિ શ્રી મનકપ્રિય વિતરાગચંદ્રસાગરજી મ.સા.આદિ પરિવારના સાનિધ્યમાં જીવદયા કાર્યક્રમ

રાજકોટઃ ધનતેરસ,કાળી ચૌદસ અને દિવાળીનાં દીવસોએ અબોલ પશુઓ, બીમાર, અશક્ત, અને તરછોડાયેલા જીવોને સાતા ઉપજે તે માટે જીવદયા માટે સમર્પિત કાર્યકરો આ અબોલ જીવોને ઘાસ ચારો અર્પણ કરશે. જીવદયાને સમર્પિત કાર્યકારો જે સતત ૩૬પ દિવસ જીવદયાનું કાર્ય કરે છે અને ખાસ કરીને વર્ષ દરમ્યાન દરેક તહેવારોમાં રાજકોટ શહેરની આસપાસની તમામ પાંજરાપોળ, ગોેશાળામાં ઘાસચારો, ગાય માતા અને માદા અબોલ જીવોને સાતા પહોંચાડવા પૌષ્ટિક અને વેદકીય રીતથી બનાવેલ લાડવા ખવડાવવામાં આવે છે. દાતાઓના સહકારથી જીવદયા ગ્રુપના કાર્યકરો કરતાં હોવાનું યાદીમાં જણાવાયું છે. કાર્ય આ વખતે ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસોએ જીવદયા ગ્રુપ જૈન અગ્રણી અને જીવદયાપ્રેમી ઉપેનભાઈ મોદીનાં માર્ગદર્શન હેઠળ અને બાપા સીતારામ ગોે સેવા મંડળના સમીરભાઈ કામદારના સહકારથી અને વિવિધ દાતાઓનાં સહયોગથી આશરે ર૭૦૦ મણ (પ૪૦૦૦ કિલો) જેટલો ઘાસચારો ૨૫ ગૌશાળાઓમાં અબોલ જીવોને અર્પણ કરવામાં આવશે.
આ કાર્ય બંધુ બેલડી શ્રી જિનહેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્નમુની શ્રી મનકપ્રિય - વિતરાગચંદ્રસાગરજી મ. સાહેબ, પૂજ્ય સાધ્વીશ્રી ભગવંત કૈવલ્યરસાશ્રીજી મહારાજ આદિ પરિવારનાં સાનિધ્યમાં મણિયાર દેરાસરની બાજુમાં શ્રી માણીભદ્રવીર જૈન આરાધના ભવન ખાતે જીવદયા એટલે વિશ્વની જીવાદોરી ઉપર વ્યાખ્યાન તથા જીવદયા કાર્યક્રમનું આયોજન ૧૯ ઓક્ટોબરનાં સવારે ૮.૩૦ થી ૯.૩૦ દરમ્યાન કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા સર, એસ. પી શ્રી ગુર્જર, બિલ્ડર અતુલભાઇ શેઠ, રોલેક્ષનાં મનીષભાઈ માદેકા, દીકરાના ઘર વૃદ્ધાશ્રમનાં મુકેશભાઈ દોશી તથા અનુપમભાઈ દોશી, માંડવી ચોક તપગચ્છ જૈન સંઘના શ્રી જીતુભાઈ દેસાઈ ચાવાળાના હસ્તે જીવદયા કાર્યક્રમ કરાશે...
મણિયાર દેરાસરના પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, અરૂણભાઇ દોશી, જીતુભાઈ ગાંધી, દિપકભાઈ મહેતા, જયંતભાઈ મહેતા, અમિતભાઈ શેઠ, સતીષભાઈ રામસીના, રણજીતભાઈ શાહ, હીરાચંદજી શાહ, રણજીતભાઈ શાહ, પ્રફુલભાઈ દામાણી, પુષ્પકભાઈ જૈન તથા સમગ્ર કાર્યને સફળ બનાવવા જીવદયા ગ્રુપના કાર્યકરો પ્રકાશ મોદી, હીમાંશુ ચીનોય, નીરવ સંઘવી, મેહુલ રવાણી, ભરત બોરડીયા, હરેશ દોશી, વિરેન્દ્ર સંઘવી, દીનેશ મોદી,અરૂણ નિર્મળ, હીરેન કામદાર, હર્ષદ મહેતા, હરેન મહેતા, સોનુભાઈ આદતાણી, સુનીલ દામાણી, નેગીભાઈ ધોળિયા, હરેશ વીંછી, કિર્તીભાઈ પારેખ, મીહીર મોદી, હીતેશ દોશી, ભરત રાણપરા, વિજય દોશી, નિલેશ શાહ, પિયુષ ઉદાણી, વિમલ શેઠ, નીખીલ શાહ, શૈલેષ ઉદાણી, અશ્વીન અજમેરા, હરીશ હરિયાણી, મનોજ પારેખ, દીવ્યેશ કામદાર, યોગેશ મહેતા, ડી એમ જોશી, વિમલ શેઠ, અજય વખારીયા, સેતુ કનેરીયા, રાજેશ પારેખ, જીગર દોમડીયા, મેહુલ સંઘાણી, નીરવ પારેખ, ભરત મહેતા, નીરજ પરમાર, અશોક ગજેરા, જયસુખ હરસોરા, કલ્પેશ મોડાસરા, પારસ મોદી, સંધ્યાબેન મોદી, દેવાંગી મોદી,હેમા મોદી,હીના સંઘવી, જીજ્ઞા મોદી, આરતી દોશી, હેતલ દોશી, દક્ષા મહેતા, બકુલા શાહ, બીના દોશી, અલ્કા બોરડીયા, જયશ્રી દોમડીયા, શ્રધ્ધા પારેખ, કાજલ મીઠાણી, છાયા શાહ,ભાવીશા બાટવીયા, મીના પારેખ, કેતના વોરા જહેમત ઉઠાવી રહ્યા છે.
(2:29 PM IST)










