<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

કેવલમ્‌ પાસે આવાસમાં પાણી ઢોળાવા મામલે રેખાબેનને ઢીકાપાટુ

પડોશીના ઘરે આવેલા ભાઇએ માથાકુટ કરી

રાજકોટ તા. ૧૬: યુનિવર્સિટી રોડ પર કેવલમ્‌ સોસાયટી પાસે આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં રેખાબેન ચેતનભાઇ વૈઠા (ઉ.વ.૩૪)ને સાંજે પડોશીના ઘરે આવેલા મેહુલભાઇ નામના શખ્‍સે ઝઘડો કરી ઢીકાપાટા મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

રેખાબેને કહ્યું હતું કે પોતે ઘરની સાફસફાઇનું કામ કરતાં હોઇ પાણી ઢોળાઇને બાજુની તરફ જતાં પડોશી સાથે બોલાચાલી થઇ હતી. આ વખતે પડોશીના ઘરે આવેલા મેહુલભાઇએ ઉપરાણુ લઇ મારામારી કરી હતી.

(2:59 PM IST)