News of Thursday, 16th October 2025
શહેરીજનોને દીપાવલીના પાવન તહેવારોની શુભેચ્છા પાઠવતા મેયર સહિતના પદાધિકારી

રાજકોટ, તા.૧૬: ‘પ્રકાશના પર્વ' એવા ‘દીપાવલી'ના પાવન તહેવાર નિમિતે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા જણાવે છે કે. દેશ તથા વિદેશમાં વસવાટ કરતા ભારતના નાગરીકો ‘દીપાવલી' તથા ‘નૂતન વર્ષ'તહેવારોની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરતા હોય છે., ‘દીપાવલી' એટલે પ્રકાશનું પર્વ. દેશના તમામ નાગરિકો એકાદશીથી શરૂ કરી, ‘દીપાવલી' સુધીના પાંચ દિવસ ઘર આંગણે દીપ પ્રગટાવે છે, નયનરમ્ય રંગોળી કરે છે, બાળકો ફટાકડા ફોડે છે તેમજ ઘરને રંગબેરંગી તોરણ, રંગરોગાન, રોશનીથી સુશોભિત કરી આ તહેવારની ખુબ જ આનંદ અને ઉમંગથી ઉજવણી કરે છે.
અંતમાં પદાધિકારીઓએ પ્રકાશના પર્વ દીપાવલી, નૂતન વર્ષ અને ભાઈબીજના તહેવાર શહેરીજનોનું જીવન સુખ, શાંતિ, સમળધ્ધિ, ઐશ્વર્ય, આરોગ્ય, સંપ, એકતા, સહકાર, પ્રગતિ વગેરે નવરંગોથી ભરપુર બનાવે તેમજ આરોગ્ય સારું રહે અને આવનારું નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધ નીવડે તેમજ ઉતરોતર પ્રગતિ કરે તેવી ખુબ ખુબ શુભકામના પાઠવી હતી.(૨૩.૨૨)
(3:03 PM IST)










