તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th October 2025
વિદેશી દારૂના ૩૩ ગુનામાં સામેલ બૂટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો છઠ્ઠી વખત પાસામાં ધકેલાયો
પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ તથા ટીમે વોરંટની બજવણી કરીઃ અમદાવાદ જેલ હવાલે કર્યોઃ રાજકોટ, ટંકારા, વાંકાનેર, જસદણ, પડધરીમાં વિદેશી દારૂના અને ટંકારામાં હથિયારના ગુનામાં પકડાયો

રાજકોટઃ તા. ૧૬, રાજકોટ, ટંકારા, વાંકાનેર, જસદણ, પડધરી સહિતના શહેરોમાં વિદેશી દારૂના ૩૩ ગુનામાં સામેલ નામચીન બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયાને પાસામાં ઘકેલી દીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ તથા ટંકારા, વાંકાનેર,જસદણ અને પડધરીમાં વિદેશી દારુના ૩૩ અને ટંકારામાં હથીયારધારાના ગુનામાં સામેલ નામચીન બુટલેટર ફીરોઝ ઉર્ફે ફીરીયો હાસમભાઇ મે (ઉ.વ. ૪ર) (રહે. દેવપરા મેઇન રોડ, ખ્વાજા એપાર્ટમેન્ટ) ને પાસામાં ધકેલવા માટે પીસીબી ના ઇન્ચાર્જ પી.આઇ. એમ આર. ગોડલીયા તથા એમ.જે. હુણ તથા એ.એસ.આઇ. રાજુભાઇ દેહેકવાલ સહિતે દરખાત કરતા પોલીસ કમિશ્નર બ્રિજેશકુમાર ઝાએ વોરંટ ઇશ્યુ કરતા પી.એસ.આઇ. પી.બી. ત્રજીયા સહિતના સ્ટાફે નામચીન બુટલેગર ફીરોઝ ઉર્ફે ફીરીયો મેણુની પાસા હેઠળ અટકાયત કરી અમદાવાદ જેલ હવાલે કર્યો હતો. આ કામગીરીમાં ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર. ગોંડલીયા, એમ.જે. હુણ, પી.અસ.આઇ. પી.બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, રાજુભાઇ દહેકવાલ, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ધનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર તથા જયેશભાઇ ગઢવી વોરંટની બજવણી કરી હતી.
(3:47 PM IST)










