News of Thursday, 16th October 2025
રેસકોર્ષ રીંગ રોડે રોશની મજાની : દિવાળી કાર્નીવલ

રાજકોટ : શહેરમાં દિવાળી કાર્નીવલ ઉજવવાની પરંપરાને મનપા દ્વારા આગળ વધારી આ વર્ષે પણ રેસકોર્ષ રીંગ રોડ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. હર વર્ષની જેમ આતશબાજી, રંગોળી સ્પર્ધાની સાથે એન્ટ્રી ગેઇટ અને લેસર શો મુખ્ય આકર્ષણ રૂપ રહેશે. રેસકોર્સ રીંગ રોડ પર આજ સાંજથી રંગ અને રોશનીભર્યા દિવાળી ઉત્સવનો પ્રારંભ થવાનો છે. આ પૂર્વે કિસાનપરા ચોકથી પોલીસ હેડ કવાર્ટર, જિલ્લા પંચાયત ચોક સુધીનો એક તરફનો રીંગ રોડ મંડપ અને લાઇટીંગ સહિતના સુશોભનથી શણગારવામાં આવ્યો છે. અવનવી લાઇટીંગ્સ, બલુન, રોશની, આકર્ષક ગેટ, ડી.જે. મ્યુઝીક સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવાળી સુધી નાગરિકો આ દિવાળી ઉત્સવ અને રંગોળી ઉત્સવનો આનંદ માણી શકશે.
તસ્વીરમાં રીંગ રોડના અલગ અલગ ચોકમાં ઉભા કરવામાં આવેલા. ડોમ જેવા મંડપ, કિસાનપરા ચોકનો એન્ટ્રી ગેટ, કાર્યક્રમનું સ્થળ નજરે પડે છે. સાંજથી પુરો રેસકોર્સ રીંગ રોડ ઝગમગી ઉઠશે.(તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:49 PM IST)










