<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ગોંડલ ચોકડી પાસેથી ચોરાઉ એકટીવા સાથે અરૂણ પકડાયો

ક્રાઇમબ્રાંચના હેડ કોન્‍સ કિશનભાઇ પાંભર, કોન્‍સ મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર અને કરણભાઇ કોઠીવાળની બાતમી

રાજકોટ તા.૧૬: શહેર ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ગોંડલ ચોકડી પાસેથી એક શખ્‍સને ચોરાઉ એકટીવા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારોમાં નાસતા ફરતા આરોપીઓ તેમજ ચોરી, લૂંટ અને ચીલ-ઝડપના ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરે સૂચના આપતા ક્રાઇમબ્રાંચના પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ. એલ, ડામોરતથા સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.વી. ચુડાસમાં સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યો હેડકોન્‍સ કિશનભાઇ પાંભર, કોન્‍સ મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર તથા કરણભાઇ કોઠીવાળને બાતમી મળતા ગોંડલ રોડ ચોકડી પાસેથી ચોરાઉ એકટીવા સાથે અરૂણ નારણભાઇ  ગોહેલ (ઉ.વ. ૧૮) (રહે. શખ્‍પર (વે) બાબાચોક પાસે મુળ વીરપુર (તા. માંગરોડ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

આ કામગીરી પી.એસ.આઇ. એસ.વી. ચુડાસમા, એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડ કોન્‍સ. કિશનભાઇ પાંભર તથા કોન્‍સ. સંજયભાઇ અલગોતર કરણભાઇ કોઠીવાળ, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, પોપટભાઇ ગમારા, દ્વારા કરવામાં આવી હતી. (૩.૨૨)

(4:07 PM IST)