<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

શ્રી અરવિંદભાઇ મણીઆર ટ્રસ્‍ટ દ્વારા ‘ગમતાનો ગુલાલ' કાર્યક્રમ યોજાયો

વજુભાઈ વાળા, પરશોત્તમભાઈ રૂપાલા સહિતના મહાનુભાવોની હાજરી; ઓસમાણ મીર-આમીર મીરના સૂરીલા કાર્યક્રમમાં શ્રોતાઓની જંગી મેદની

રાજકોટઃ શ્રી અરવિદભાઇ મણીઆર ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ. અરવિદભાઇ મણીઆરના જન્‍મદિવસ નિમિત્તે ગમતાનો ગુલાલ કાર્યક્રમ હેમુગઢવી હોલ ખાતે યોજાયો હતો.

સ્‍વ. અરવિદભાઇ મણીઆર, જેઓ કુશળ સંગઠક, પ્રમાણિક વહીવટકર્તા, અને પ્રજાહિતના કાર્યો માટે જાણીતા હતા, તેમને શ્રદ્ધાંજાલિ આપતા આ કાર્યક્રમમાં રાજકોટના રાજકીય અને સહકારી ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

વજુભાઈ વાળાએ અરવિદભાઈના યોગદાનને યાદ કર્યું કાર્યક્રમના અધ્‍યક્ષ તરીકે ઉપસ્‍થિત રહેલા કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ વજુભાઈ વાળાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ નાગરિક સહકારી બેંકને સપાટીથી શિખર સુધી લઈ જવામાં અરવિદભાઈનું યોગદાન યાદગાર રહ્યું હતું. બેંકમાં તેમની કાર્યશૈલી અત્‍યંત ગ્રાહકલક્ષી અને વ્‍યવહારુ હતી, તેઓ નાના લોકોના કાર્યો તેમની હાજરીમાં જ પૂરા કરાવતા હતા. મેયર તરીકે પણ તેમણે ભૂગર્ભ ગટરનો પ્‍લાન તૈયાર કરીને રાજકોટને મચ્‍છર નગરમાંથી મુક્‍તિ અપાવી હતી તેમજ શાળાઓ અને ગરીબો માટે વસાહતોનું નિર્માણ કર્યું હતું. શ્રી વાળાએ ટ્રસ્‍ટને વર્ષમાં ૧ નહીં પણ ૩-૪ કાર્યક્રમો યોજવા સૂચન કર્યું હતું.

કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્‍ય શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, અતિથિ વિશેષ તરીકે મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા અને ભુતપૂર્વ મંત્રીગોવિદભાઇ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્‍ય સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા, શહેર ભાજપ અધ્‍યક્ષ અને રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેક્‍ટર શ્રી માધવભાઈ દવે અને ટ્રસ્‍ટીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

સેવાર્થીઓનું સન્‍માનઃ કાર્યક્રમ દરમિયાન અરવિદભાઈ સાથે દીર્ઘકાલિન સેવા આપનાર ત્રણ મહાનુભાવો ચનાભાઈ ગોહેલ, ઉમેશભાઈ રાજ્‍યગુરુ, વિનોદભાઈ પરમારનું મોમેન્‍ટો, શાલ અને બુકેથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તદુપરાંત, ટ્રસ્‍ટ દ્વારા દર મહિને ચાલતાં નિઃશુલ્‍ક મેડિકલમાં સેવા આપનાર સ્‍વ. પૂના ભગતના પરિવારજનોનું પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

ઓસમાણ મીર અને આમીર મીરે શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યાઃ ગુજરાતનાં શ્રેષ્ઠ કલાકાર ઓસમાણ મીર અને તેમના પુત્ર આમીર મીર દ્વારા મંત્રો, સ્‍તુતિ, ગરબા, ભજન અને લોકગીતોની પ્રસ્‍તુતિ કરીને શ્રોતાઓને મંત્રમુગ્‍ધ કર્યા હતા. તેમની એકથી ચડિયાતી રજૂઆતો વચ્‍ચે શ્રોતાગણ ખુરશીમાં બેસવાને બદલે ઊભા રહીને ગરબા રમવા સાથે કાર્યક્રમ માણી રહ્યા હતા. મહાદેવને રીઝવતી સ્‍તુતિ અને મંત્રોની શુદ્ધ ઉચ્‍ચારણ સાથેની રજૂઆતે સૌને મોહી લીધા હતા. હોલની કેપેસિટી કરતાં બમણા લોકો કાર્યક્રમ માણવા આવતા આયોજકોએ લોકોને પગથિયાં ઉપર બેસાડવા પડ્‍યા હતા. લોકોએ મોડી રાત સુધી કાર્યક્રમ માણ્‍યો હતો.

શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતાએ કર્યું હતું અને આભારદર્શન ટ્રસ્‍ટી કલ્‍પકભાઈ મણીઆરે કર્યું હતું. કાર્યક્રમનું સમગ્ર સંચાલન જૈન શ્રેષ્ઠી અને નાગરિક બેન્‍ક અધિકારી નિલેશભાઈ શાહે કર્યું હતું. કાર્યક્રમના પ્રોજેક્‍ટ ઇન્‍ચાર્જ તરીકે કમલેશભાઈ મહેતા અને નિલેશભાઈ શાહે જવાબદારી વહન કરી હતી, જ્‍યારે સન્‍માનિત થનાર મહાનુભાવોના કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ ચોલેરાએ કર્યું હતું.

શરૂઆતમાં  અરવિંદભાઈ મણીઆરના પોતાના સ્‍વરમાં પ્રવચનોનાં અંશો ઓડિઓ ક્‍લિપની મદદથી રજૂ કરાયા હતા. યુટ્‍યુબના માધ્‍યમથી ૪૦૦૦થી પણ વધારે સ્‍થાનિક અને દેશ-વિદેશના લોકોએ કાર્યક્રમ માણ્‍યો હતો. પેલીકન ગ્રુપનો સહકાર મળ્‍યો હતો.

કાર્યક્રમમાં મેનેજિગ ટ્રસ્‍ટી ડો. વલ્‍લભભાઈ કથીરિયા, ટ્રસ્‍ટી શ્રીમતી હંસીકાબેન મણીઆર, જ્‍યોતીન્‍દ્રભાઈ મહેતા, શિવુભાઈ દવે, રાજુભાઇ ધ્રુવ તેમજ કલ્‍પકભાઈ મણીઆર મયુરભાઈ શાહ, ડો. માધવભાઈ દવે, નટુભાઇ ચાવડા, ચમનભાઈ સિધવ, અપૂર્વભાઈ મણીઆર, વિભાભાઈ મિયાત્રા, ડો. શીલુસાહેબ, જયેશભાઇ સંઘાણી, ડો. નવીનભાઈ શેઠ, વિક્રમસિહ પરમાર, નલિનભાઈ વશા, કેતનભાઈ વશા, તેજસભાઈ ભટ્ટી, ઘનશ્‍યામભાઈ ઢોલરિયા, દીપકભાઈ મકવાણા, શ્રીમતી કાંતાબેન કથીરિયા, શ્રીમતી નયનાબેન મકવાણા, ભાગ્‍યેશ ભાઈ વોરા, ભાર્ગવભાઈ ઠાકર, ઉપેનભાઈ ગોહેલ, જયેશભાઇ જાની, મુકેશભાઇ દોશી, શ્રીમતી રેખાબેન શાહ, શ્રીમતી જ્‍યોતિબેન ભટ્ટ, ડો. હિતેશભાઇ જાની, મનીષ ભટ્ટ, વિનોદ પટેલ, જય છનીયારા, મહેશભાઈ મણીઆર, ભૂપતભાઈ તલાટીયા, મનસુખભાઈ ગજેરા, ભરતભાઈ કુંવરીયા, તૃપ્તિબેન જોશી ઉપસ્‍થિત રહેલ. તેમ શ્રી અરવિદભાઇ મણીઆર જનકલ્‍યાણ ટ્રસ્‍ટના શ્રી નિલેશભાઈ શાહ (૯૮૨૫૨ ૯૦૬૨૫) જણાવે છે.

(4:09 PM IST)