<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની વાઇબ્રન્‍ટ સમિટ જાન્‍યુઆરીની ૮-૯ તારીખે યોજાશેઃ સૌરાષ્‍ટ્ર યુનિ. લગભગ ફાઇનલ

ગઇકાલે કલેકટર પણ સૌરાષ્‍ટ્ર યુનિ. દોડી ગયાઃ ગાંધીનગરની કમિટીએ ૪ સ્‍થળ નિહાળ્‍યા

રાજકોટ તા. ૧૬: સૌરાષ્‍ટ્ર-કચ્‍છ રિજિયનની વાઇબ્રન્‍ટ સમિટ ૮-૯ જાન્‍યુઆરીએ રાજકોટમાં યોજવાનો નિર્ણય કરાયો છે. સમિટના સ્‍થળની પસંદગી લગભગ થઇ ગઇ છે, આવેલ કમીટીએ રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટીમાં ઈન્‍સપેકશન કર્યું હતું. ગઇકાલે કલેકટર સૌરાષ્‍ટ્ર યુનિ. ખાતે પણ દોડી ગયા હતા અને તમામ બિલ્‍ડીંગો જગ્‍યાનું નિરિક્ષણ કર્યું હતું. મોટે ભાગે સૌરાષ્‍ટ્ર યુનિ. ફાઇનલ ગણાઇ રહી છે.

સૌરાષ્‍ટ્ર ઝોનની વાઇબ્રન્‍ટ સમિટ રાજકોટમાં યોજાતા ઉદ્યોગકારો અને વેપારીઓને ફાયદો થશે.

જો કે કલેકટરે વાઇબ્રન્‍ટ અંગે કશું કહેવાનો ઇન્‍કાર કર્યો હતો, ગાંધીનગરથી બધુ ફાઇનલ થશે તેમ નિર્દેશ આપ્‍યો હતો. 

(4:17 PM IST)