<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

મનપાને દીવાળી...દીવાળીઃમવડી-પાળ રોડની ૧૨ દુકાનોની હરરાજીઃ૪૬૬.૫૦ લાખની આવક

શિવ ટાઉનશીપની દુકાનોની અપસેટ કિંમત ૨૭૩.૯૫ લાખ સામે અધધધ ઉપજઃ સોૈથી વધુ એક દુકાનના ૫૭. ૭૦ લાખ

રાજકોટ, તા.૧૬: મહાનગરપાલિકા દ્વારા, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ પર મવડી ટી.પી. સ્‍કીમ ૨૭, એફ.પી. ૪૧/એ ખાતે વેસ્‍ટઝોન પેકેજ-૩ હેઠળ તૈયાર થયેલ શિવ ટાઉનશીપના શોપીંગ સેન્‍ટરની દુકાનો જાહેર હરરાજી કરી વેંચાણથી આપવાની છે. આ જાહેર હરરાજી તા.૧૩ ના  શિવ ટાઉનશીપ, સેલેનીયમ હાઈટ સામે, મવડી-પાળ રોડ, રાજકોટ ખાતે યોજાઈ હતી.

આ જાહેર હરરાજીમાં ૧૨ દુકાનોની હરરાજી કરવામાં આવેલ. જેમાં ૧૨ દુકાનોની અપસેટ કિમત રૂ.૨૭૩.૯૫ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત રૂ.૪૬૬.૫ લાખ આવેલ. આ ૧૨ દુકાનો પૈકી દુકાન નં.L 01 ની અપસેટ કિમત ૨૨.૪ લાખ રાખવામાં આવેલ જેની સામે હરરાજીની કિમત ૫૭.૭૦ લાખ આવેલ. જે ૧૨ દુકાનોમાં સૌથી ઉંચી ઉપજ થયેલ છે.

અત્રે ૈઉલ્લેખનીય છે કે, નજીકના ભવિષ્‍યમાં અન્‍ય લોકેશન પર હરરાજી હાથ ધરવામાં આવનાર હોઈ, તો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર રજીસ્‍ટ્રેશન કરવું અથવા એસ્‍ટેટ શાખાનો કરવો તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે. (૩.૧૯)

(4:18 PM IST)