<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

હોસ્‍પિટલે બતાવીને નીકળ્‍યા બાદ કાલાવડ રોડ પર ચક્કર આવતાં ટુવ્‍હીલર સાથે પટકાયાઃ કાર્તિકભાઇ ચોક્‍સીનું મૃત્‍યુ

બ્‍લડપ્રેશર જેવુ લાગતાં દવા લેવા ગયા હતાં: વૃંદાવન સોસાયટીના પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૭: શહેરના કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં કાર્તિકભાઇ ઉમેશભાઇ ચોક્‍સી (ઉ.વ.૪૬)  કાલાવડ રોડ આત્‍મીય કોલેજ નજીક ટુવ્‍હીલર હંકારીને જતાં હતાં ત્‍યારે ચક્કર આવતાં વાહન સહિત પટકાતાં ઇજા થવાથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર કાર્તિકભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે સોની કામ કરતાં હતાં. ગઇકાલે તબીયત બગડતાં ખાનગી  હોસ્‍પિટલમાં બતાવવા ગયા હતાં. ડોક્‍ટરે નિદાન કરી ઇન્‍જેક્‍શન લઇ લેવા સલાહ આપી હતી. પરંતુ તેઓ ત્‍યાંથી નીકળી ગયા હતાં. દરમિયાન કાલાવડ રોડ પર ટુવ્‍હીલર હંકારીને પહોંચ્‍યા ત્‍યારે ચક્કર આવતાં પડી ગયા હતાં અને મૃત્‍યુ થયું હતું. માથાની ઇજા અને હાર્ટએટેકની અસર પણ થયાનું પોસ્‍ટમોર્ટમના પ્રાથમ્‍કિ રિપોર્ટમાં ખુલ્‍યું હતું. 

બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ દિનેશભાઇ જોષી, હેડકોન્‍સ. કિરીટભાઇ રામાવત, રજાકભાઇ દલે જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૫)

(11:26 AM IST)