<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

રાજકોટના દલસુખભાઇ કમાણીનું ચુંપણી ગામે વાડીએ હૃદય બેસી ગયું

બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ દમ તોડી દીધોઃ મોરબી રોડ રાજનગરના પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૭: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુની ઘટનાઓ સતત વધી ગઇ છે. વધુ એક પરિવારના મોભીનું હાર્ટએટેકથી મૃત્‍યુ થતાં પરિવારજનોની તહેવારની ખુશી માતમમાં પલ્‍ટાઇ ગઇ છે. મોરબી રોડ પર રાજનગર સોસાયટીમાં રહેતાં દલસુખભાઇ પરષોત્તમભાઇ કમાણી (ઉ.વ.૫૪) નામના ખેડૂત હળવદના ચુંપણી ગામે પોતાની વાડીએ હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો થયા બાદ તબીયત બગડતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

બનાવની જાણ હોસ્‍પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ સહિતે હળવદ પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર દલસુખભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતાની વાડી ચુંપણી ગામે હોઇ તેઓ ત્‍યાં આટો મારવા ગયા ત્‍યારે વાડીએ જ હાર્ટએટેક આવ્‍યો હતો જે જીવલેણ નીવડયો હતો. તેઓ એક બહેન અને ચાર ભાઇમાં બીજા નંબરે હતાં. 

(11:27 AM IST)