<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

ખેડુતોને થતો અન્‍યાય નિવારો-ખોટા કેસો પાછા ખેંચો

આમ આદમી પાર્ટીનો કલેકટર કચેરી ખાતે દેખાવોઃ રાજયપાલને સંબોધી કલેકટરને આવેદન

રાજકોટ, તા. ૧૭: આમ આદમી પાર્ટીએ રાજયપાલને સંબોધી કલકેટરને આવેદન આપી ખેડૂતોને થઇ રહેલ અન્‍યાય નિવારણ ખોટા કેસો પાછા ખેચવા માંગણી કરી હતી, તેમજ આવેદનમાં જણાવેલ કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અમારી એ ફરજ છે કે ખેડૂતોને થઇ રહેલ આ હળાહળ અન્‍યાય સામે આવાજ ઉઠાવીએ. ખેડૂતોને ન્‍યાય અપાવીએ. ખેડુતોને ન્‍યાય મળી રહે એ માટે અમે સરકારની ઉદાસીનતાનો વિરોધ કરીએ છીએ અને ખેડૂતોના હિતમાં કડદા પ્રથા સદન્‍તર બંધ થાય, કડદો કરનાર વેપારીનું લાયસન્‍સ તાત્‍કાલીક રદ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે. એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે એ પણ તાત્‍કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે.

નિદોર્ષ ખેડૂતોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્‍યો છે એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્‍કાલિક પાછા ખેંચવામાં આવે તેવી માંગણી કરાઇ હતી, આવેદન દેવામાં દિનેશભાઇ જોષી, તેજલ ગાજીપરા વિગેરે જોડાયા હતા.

(2:39 PM IST)