તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th October 2025
કાળી ચૌદશના જનજાગૃતિ કાર્યક્રમ અર્થે જાથા દ્વારા વડ વાજડીમાં પત્રિકા વિતરણ

રાજકોટ : દેશભરમાં રવિવારે કાળીચૌદશની ઉજવણી અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વડ વાજડી ગામે યોજવા આયોજન કરાયુ છે. જે અંતર્ગત અંધશ્રધ્ધા હટાવો, કુરીવાજો સામે જાગૃતિ લાવવા પત્રિકા વિતરણનો કાર્યક્રમ પૂર્વ દિવસોમાં યોજવામાં આવ્યો હતો. આ તકે ગામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તૈયારી અર્થે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યુ હતુ કે કુરિવાજો, અંધશ્રધ્ધા, ચમત્કારો, ગેરમાન્યતાથી સમાજ રાષ્ટ્રને નુકશાન થવાથી તિલાંજલી આપવાનો સમય આવી ગયો છે. કાળી ચૌદશે અનાજ - પાણીનો બગાડ થવો જઇએ નહીં, ચાર ચોકમાં વડા મુકવાની પ્રથા છિન્ન મનોવૃત્તિના દર્શન કરાવે છે. તેને સામુહિક દેશવટો આપવો જોઇએ. મેલીવિદ્યા, ભૂત, પ્રેત, અગોચર શક્તિ, ચુડેલ, ડાકણ, આસુરી શક્તિનો ડર મનમાંથી કાઢી નાખવો જોઇએ. વિજ્ઞાનથી જ માનવીને લાભ થાય છે. સંધ્યા સમયે પ્રેતાત્માનો વિહાર વગેરે વાતોને વિજ્ઞાને બોગસ પુરવાર કરેલ છે. ત્યારે વિજ્ઞાન જાથા આ તર્ક પર કાળી ચૌદશે લોકોને સાચી સમજ આપવા વિવિધ પ્રયોગો કરશે. સ્મશાનમાં જઇને ચા-નાસ્તો કરાશે. મશાલ સરઘસ યોજવામાં આવશે. આ બાબતે જાગૃતિ પત્રીકા તૈયાર કરવામાં આવી છે. જેનું વિતરણ ગામના સરપંચ મહેન્દ્રસિંહ માધુજી ડાભી, અભેસિંગ જીલુજી ખેરડીયા, ગ્રામ પંચાયત સદસ્યો, લોકસહકારથી કરવામાં આવ્યુ હતુ. જેમાં વજરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, અનિરૂધ્ધસિંહ ડાભી, રાજુભાઇ રાઠોડ, મહીપતસિંધ સોલંકી, મહીપતસિંહ પરમાર, રણજીતસિંહ ખેરડીયા, અશોકસિંહ ડાભી, પ્રવિણસિંહ ડાભી, અશોકસિંહ ખેરડીયા, પ્રવિણસિંહ પથુજી, હનુભા ડાભી, ભાવેશભાઇ રાઠોડ, રમેશભાઇ રાઠોડ, દોલુભા ડાભી, દાનુભા સોલંકી, અમરસંગ સોલંકી, શિવુભા ગોહિલ, વનરાજસિંહ ગોહિલ, વનરાજસિંહ પરમાર, મનસુખભાઇ જોગડીયા, સંજયભાઇ જોગડીયા, વિજયભાઇ ગમારા, ચનાભાઇ ગમારા, નરેશભાઇ જોગડીયા, બાબુભાઇ, કરશનભાઇ ગોવાભાઇ, કરશનભાઇ બારા, લખમણભાઇ બારા, હરીભાઇ બાબરીયા, વનરાજસિંહ ડાભી, બાલુભા પઢીયાર, પ્રભાતસિંહ ડાભી, દેવુભા ખેરડીયા, દિલુભા ખેરડીયા, ગજુભા ખેરડીયા, ધર્મેન્દ્રસિંહ ડાભી, મેરાજી પઢીયાર, બાલાભાઇ પઢીયાર, જીલુભા પરમાર, ટપુભાઇ ખીમાણીયા, કાનજીભાઇ ખીમાણીયા અને ગામના મહિલા મંડળ સહીતના આસપાસના જાગૃત લોકો સાથે જોડાયા હતા. જાથાના સક્રીય સભ્ય વિરડા વાજડીના દિનેશભાઇ હુંબલ અને બાલસરના નિર્મળ મેત્રાએ આસપાસના ગામોના યુવાનો અને જાગૃતોનો સંપર્ક કરી મીટીગ કરી પત્રીકાનું વિતરણ કર્યુ હતુ. રાજયના જિલ્લા તાલુકા, ગ્રામ્ય મથકે જાથાને ટેકો આપવા તેમજ પ્રયોગોના ઁિનદર્શનમાં જોડાવા જાથાના અંકલેશ ગોહિલ, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, રવિ પરબતાણી, ભોજાભાઇ ટોયટા, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, પ્રકાશ મનસુખભાઇ, હર્ષાબેન પંડયા વકીલ, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહેલે અપીલ કરી છે.
(2:46 PM IST)










