<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

સેકરીન-આઇસ્‍ક્રીમના નમુના નાપાસઃ ૩ પેઢીને ૯પ હજારનો દંડ

મનપા દ્વારા લેવામાં આવેલ સેમ્‍પલમાં ભેળસેળ મળી આવી શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી તહેવારોને અનુલક્ષીને મીઠાઇ, ફરસાણ તથા સૂકામેવા સહિતના ખાદ્યપદાર્થોના પ૧ નમુના લેતી ફુડ શાખા

રાજકોટ, તા. ૧૭ :  મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાધ્‍યપદાર્થના ૦૪ નમૂના ફેઇલ (સબસ્‍ટાન્‍ડર્ડ) જાહેર થતાં નામદાર એજ્‍યુડિકેટિંગ ઓફિસરશ્રી અને નિવાસી અધિક કલેટરશ્રી સમક્ષ કેસ ચાલી જતાં કુલ રૂ.૯૫,૦૦૦/-  દંડના હુકમ કરવામાં આવેલ છે. ઉપરાંત મીઠાઇ, સુકોમેવો, ફરસાણ સહિતના પ૧ નમૂના લેવામાં આવ્‍યા હતા.

મનપાની સત્તાવાર યાદી મુજબ ફૂડ વિભાગ દ્વારા ૅઆબાદ ગળહ ઉદ્યોગૅ, દિનદયાળ ઇન્‍ડ. એસ્‍ટેટ શેરી નં.C, તુર્કી બાપુની દરગાહ પાછળ, માંડા ડુંગર મુકામેથી ૅસેકરીન (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્‍વીટનર તરીકે ૅસેકરીનૅ ને બદલે ૅઅસ્‍પાર્ટમૅ મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના સંચાલક ઈસ્‍માઈલ ગફારભાઈ લાખાણી તથા ઉત્‍પાદક પેઢીના માલિક કૌશરબાનુ ઈસ્‍માઈલભાઈ લાખાણીને કુલ મળીને રૂટ્ટ. ૧૫,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ફૂડ વિભાગ દ્વારા ૅશ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મૅ, રેલ્‍વે અન્‍ડરબ્રીજ ઉપર, ચુડાસમા પ્‍લોટ, શેરી નં.૦૨, રૈયા રોડ,  મુકામેથી ૅઅંજીર કાજુ આઇસ્‍ક્રીમ (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર ગોરધનભાઈ શિંગાળા તથા ભાગીદારી પેઢીને કુલ મળીને રૂ.૨૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

 ફૂડ વિભાગ દ્વારા ૅક્રીમઝેન ફૂડઝ પ્રા.લી.ૅ, પાન એમ્‍પાયર, શોપ નં.૦૫, સિલ્‍વર હાઇટ્‍સ સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી ૅકેસર પિસ્‍તા આઇસ્‍ક્રીમ (લુઝ)ૅનો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક દીપભાઈ જિતેન્‍દ્રભાઈ જોષી અને પેઢીના નોમિની લીનાબેન પરેશભાઈ પરસાણા તથા ઉત્‍પાદક પેઢીને કુલ મળીને કુલ રૂ. ૩૦,૦૦૦/-  નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

  ફૂડ વિભાગ દ્વારા ૅક્રીમઝેન ફૂડઝ પ્રા.લી.ૅ, પાન એમ્‍પાયર, શોપ નં.૦૫, સિલ્‍વર હાઇટ્‍સ સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી ૅસ્‍ટ્રોબેરી આઇસ્‍ક્રીમ (લુઝ)ૅ નો નમુનો લેવામાં આવેલ. જે પુથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું મળી આવતા નમૂનો ૅસબસ્‍ટાન્‍ડર્ડૅ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્‍યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્‍ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર-પેઢીના સંચાલક દીપભાઈ જિતેન્‍દ્રભાઈ જોષી અને પેઢીના નોમિની લીનાબેન પરેશભાઈ પરસાણા તથા ઉત્‍પાદક પેઢીને કુલ મળીને કુલ રૂટ્ટ. ૩૦,૦૦૦/- નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ ખાદ્યચીજોના કુલ ૫૧ નમૂના લેવામાં આવેલ.

જેમાં  ASSORTED DRAGES (COATED NUTS) (250 GM PKD): સ્‍થળ -ગોકુલ એન્‍ટરપ્રાઇઝ, ચ્‍-૨૭૦, રવિરત્‍ન પાર્ક શેરી નં.૦૨ કોર્નર, રવિરત્‍ન પાર્ક ચોક પાસે, યુનિવર્સિટી રોડ,

અંજીર (લુઝ): એપેક્ષ ટ્રેડર્સ, આનંદ ભુવન, ચંપકનગર-૩, પાણીના ઘોડા પાસે, પેડક રોડ,

કાળી દ્રાક્ષ (લુઝ): એપેક્ષ ટ્રેડર્સ, આનંદ ભુવન, ચંપકનગર-૩, પાણીના ઘોડા પાસે, પેડક રોડ,

રોસ્‍ટેડ રોઝ પેટલ્‍સ કેશ્‍યુ (લુઝ): ઝીવેલ ડ્રાયફૂટ્‍સ, શોપ નં.૦૬, અર્પણ કોમ્‍પ્‍લેક્ષ, સ્‍વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ.

દ્રાક્ષ (લુઝ): ઝીવેલ ડ્રાયફૂટ્‍સ, શોપ નં.૦૬, અર્પણ કોમ્‍પ્‍લેક્ષ, સ્‍વામીનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ,

કાજુ (લુઝ):  દર્શન ડ્રાયફ્રૂટ્‍સ, કોટેચાનગર મેઇન રોડ, આશુતોષ હોસ્‍પિટલની બાજુમાં,

BLUNUTS BLACK RAISINS (250 GM PKD):  શ્રીજી ડ્રાયફ્રૂટસ, કોટેચાનગર મેઇન રોડ, ધવલદીપ, શોપ નં. A-2,  ખાતેથી નમૂના લેવાયા હતા.

RICH VALLEY CALIFORNIS PISTACHIOS (ROASTED & SALTED) (250 GM PKD): સ્‍થળ -શ્રીજી ડ્રાયફ્રૂટસ, કોટેચાનગર મેઇન રોડ, ધવલદીપ, શોપ નં. A-૨,

 જયારે અંજીર પાર્ક (મીઠાઇ- લુઝ): સ્‍થળ -રાધેશ્‍યામ ડેરી ફાર્મ, પાણીના ધોડા પાસે, પેડક રોડ,

એકઝોટીકા (મીઠાઇ- લુઝ): સ્‍થળ -શ્રી મહાલક્ષ્મી ડેરી ફાર્મ, રાધિકા ચેમ્‍બર, ગ્રા.ફ્‌લોર શોપ નં.૦૧, કુવાડવા રોડ, રાજકોટ.

 HALDIRAM'S ORANGE BURFEE (FROM 250 GM PKD):  તથા  HALDIRAM'S MIXTURE (NAMKEEN) (400 GM PKD): તથા સ્‍થળ -ઓમ ઇન્‍ડસ્‍ટ્રીઝ (ઈન્‍ડિયા) પ્રા.લી., સાધુવાસવાણી રોડ, શ્‍યામલ વર્ટીકલ સામે, ઓપેરા સ્‍ક્‍વેર કલાસિક ગ્રા.ફ.૧૦૧,

રજવાડી ડ્રાયફ્રૂટ મીઠાઇ (લુઝ) રસગુંજન સ્‍વીટ્‍સ, કેનાલ રોડ, કુંભારાવાડા-૧૦ ની સામે,

  પૈવાનો ચેવડો (ફરસાણ-લુઝ) તથા  પંચરત્‍ન ચેવડો (ફરસાણ-લુઝ): શ્‍યામ ગળહ ઉદ્યોગ, ૩- ઉમાકાંત પંડિત ઉદ્યોગનગર, શ્રીજી વે-બ્રિજ સામે, અમરનગર મેઇન રોડ,

કાજુ ડ્રાયફ્રૂટ (લુઝ) તથા અખરોટ ડ્રાયફ્રૂટ (લુઝ): રાજેશ એન્‍ટરપ્રાઇઝ, જગજીવન પ્રધાન ડેલો, દાણાપીઠ, રાજકોટ.

બદામ ડ્રાયફ્રૂટ (લુઝ): પ્રકાશ ટ્રેડર્સ, જગજીવન પ્રધાન ડેલાની સામે, દાણાપીઠ,  ખાતેથી સેમ્‍પલ લેવાયા હતા.

ઉપરાંત તીખી સેવ (લુઝ):  શક્‍તિ ફરસાણ ્રૂ નમકીન, કોટેચાનગર મેઇન રોડ, આશુતોષ હોસ્‍પિટલ પાસે,

ફરાળી ચેવડો (લુઝ): શક્‍તિ ફરસાણ ્રૂ નમકીન, કોટેચાનગર મેઇન રોડ, આશુતોષ હોસ્‍પિટલ પાસે,

ખજૂર પાર્ક (મીઠાઇ- લુઝ) : રાધે ડેરી ફાર્મ, શિવમ કોમ્‍પલેક્ષ, શોપ નં.૦૭, રૈયા રોડ,

મેંગો બરફી (મીઠાઇ- લુઝ) : - રાધે ડેરી ફાર્મ, શિવમ કોમ્‍પલેક્ષ, શોપ નં.૦૭, રૈયા રોડ,

અંજીર પાર્ક (લુઝ)  તથા  ગુલાબ પાર્ક (લુઝ): સ્‍થળ- કૈલાશ ફરસાણ એન્‍ડ સ્‍વીટ માર્ટ, પંચાયત ચોક, યુનિ. રોડ,

  પિસ્‍તા બરફી (લુઝ) તથા  કોપરાનો મેસુબ (લુઝ) :  ચામુંડા ફરસાણ એન્‍ડ નમકીન, જે.કે. ચોક પાસે, શિવશક્‍તિ કોલોની, પુષ્‍કરધામ પાસે, બટરસ્‍કોચ બરફી (લુઝ) શ્રી બહુચરાજી સ્‍વીટ એન્‍ડ નમકીન, જે.કે. ચોક પાસે, શિવશક્‍તિ કોલોની, પુષ્‍કરધામ પાસે,

મોહનથાળ (લુઝ) :  શ્રી બહુચરાજી સ્‍વીટ એન્‍ડ નમકીન, જે.કે. ચોક પાસે, શિવશક્‍તિ કોલોની, પુષ્‍કરધામ પાસે,

HALDIRAM'S MANGO HALVA (200 GM PKD):  તથા   HALDIRAM'S ALL IN ONE INDIAN SAVOURIES (400 GM. PACK): ઓમ ઇન્‍ડસ્‍ટ્રીઝ (ઈન્‍ડિયા) પ્રા.લી., સાધુવાસવાણી રોડ, શ્‍યામલ વર્ટીકલ સામે, ઓપેરા સ્‍ક્‍વેર કલાસિક ગ્રા.ફ.૧૦૧,

મોહનથાળ (લુઝ): સ્‍થળ -મહાલક્ષ્મી ડેરી ફાર્મ, રાધિકા ચેમ્‍બર, ગ્રા.ફ્‌લોર શોપ નં.૦૧, કુવાડવા રોડ ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

 જયારે કોપરા પાર્ક (લુઝ): સ્‍થળ -મહાલક્ષ્મી ડેરી ફાર્મ, રાધિકા ચેમ્‍બર, ગ્રા.ફ્‌લોર શોપ નં.૦૧, કુવાડવા રોડ,

જરદાલુ (લુઝ) તથા પેરી પેરી કાજુ (લુઝ): એપેક્ષ ટ્રેડર્સ, આનંદ ભુવન, ચંપકનગર-૩, પાણીના ઘોડા પાસે, પેડક રોડ,

 કાજુ (લુઝ) તથા  બદામ (લુઝ): સ્‍થળ -ગોકુલ એન્‍ટરપ્રાઇઝ, ચ્‍-૨૭૦, રવિરત્‍ન પાર્ક શેરી નં.૦૨ કોર્નર, રવિરત્‍ન પાર્ક ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

કેળાં વેફર્સ (લુઝ): સ્‍થળ -શ્રીહરી સુપર માર્કેટ, ફાયર બ્રિગેડવાળો રોડ, રેલનગર,

પાપડી (લુઝ): સ્‍થળ -ચામુંડા ફરસાણ, ભારત પેટ્રોલ પંપ સામે, રેલનગર,

સેવ ગૂંદી (લુઝ) તથા  તીખા ગાંઠિયા (લુઝ): સ્‍થળ -મહાદેવ ફરસાણ, સેટેલાઈટ પાર્ક, ૪૦ નો રોડ,

દૂધના પેંડા (લુઝ):  તથા માવાના પેંડા (લુઝ): સ્‍થળ -શ્રી ભવાની ડેરી ફાર્મ, રેલનગર મેઇન રોડ,

મીઠા સાટા (લુઝ) તથા  ભાવનગરી ગાંઠિયા (લુઝ): સ્‍થળ -ગિરિરાજ ફરસાણ, રેલનગર મેઇન રોડ,

થાબડી (લુઝ) તથા અંજીર પાર્ક (લુઝ): સ્‍થળ -રાધિકા ડેરી ફાર્મ, રેલનગર મેઇન રોડ,

મેસુબ (લુઝ): સ્‍થળ -રવિ રાંદલ ફરસાણ, સાધુવાસવાણી કુંજ રોડ,

તીખી પાપડી (લુઝ) તથા વણેલા ગાંઠિયા (લુઝ): સ્‍થળ -મહારાજ ફરસાણ માર્ટ, સાધુવાસવાણી કુંજ રોડ,

ટોપરા પાર્ક (લુઝ): શિવશક્‍તિ ડેરી ફાર્મ, સાધુવાસવાણી કુંજ રોડ,

કાજુકતરી (લુઝ): નવરંગ ડેરી ફાર્મ, પોપટપરા મેઇન રોડ ખાતેથી સેમ્‍પલ લઇ પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્‍યા હતાં. 

(3:25 PM IST)