<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

શાપરમાં મામલતદારનું ઓપરેશનઃ સવા કરોડની જમીન ખૂલ્લી કરાવાઇઃ ત્રણ દબાણકારો સામે પગલા

 

રાજકોટ, તા. ૧૮: કલેકટરના આદેશ બાદ મામલતદાર કોટડાસાંગાણી ગુમાનસિંહ જાડેજાની સૂચના મુજબ નાયબ મામલતદાર દબાણ-૨ એચ.એ.ચુડાસમા, રેવન્‍યુ તલાટી એ.બી. બાવાળીયા તથા પોલીસ, P.G.V.C.L સ્‍ટાફ તથા JCB અને બ્રેકર મશીન દ્વારા આજ રોજ  કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે બિનધિકળત વ્‍યક્‍તિઓએ ઔદ્યોગિક તથા વાણિજ્‍ય હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હતું. દબાણદારો સામે ધોરણસરની કાર્યવાહી કરી દબાણદારોને નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે. સદરહું દબાણવાળી જગ્‍યામાં કુલ.૩ જેટલા આસામીઓએ દબાણ કરેલ હતા. જેનું ક્ષેત્રફળ આશરે ૯૫૦ ચો.મી. થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂપિયા ૧.૨૦ કરોડ ની હોવાનું જાહેર કરાયુ છે, દબાણ કરતાઓમાં ૧. દર્શીતભાઈ ખાંટ, ૨. ગોવિંદભાઈ મેતા, ૩. હરજીન્‍દરસિંગ નો સમાવેશ થાય છે, તમામ સામે પગલા ભરવા કલેકટરને રીપોર્ટ કરાયો છે.(૬.૬)

(11:22 AM IST)