<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

પત્‍નિ સાથે ફોનમાં બોલાચાલી થતાં શાનુ ખાન એસિડ પી ગયો

શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં બનાવઃ અલીગઢનો યુવાન સારવારમાં

રાજકોટ તા. ૧૮: એંસી ફુટ રોડ બંસીધર વે બ્રીજ પાછળ શ્રી હરિ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં રહેતાં અને બફ કામ કરતાં મુળ અલીગઢ યુપીના શાનુ શકીલભાઇ ખાન (ઉ.વ.૩૦)એ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

શાનુ રાજકોટ રહી ફેક્‍ટરીમાં બફ કામ કરે છે. તેને સંતાનમાં એક દિકરો છે. પત્‍નિ અને દિકરો વતનમાં રહે છે. શાનુને વતનની જ કોઇ બીજી યુવતિ સાથે સંપર્ક હોઇ તે ફોનમાં વાત કરતો હોવાની જાણ તેની પત્‍નિને થતાં આ બાબતે બંને વચ્‍ચે ગઇકાલે ફોન પર વાત કરતી વખતે બોલાચાલી થઇ હતી. આ કારણે શાનુ એસિડ પી ગયાનું સગાએ કહ્યું હતું.

(12:07 PM IST)