<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

બકાલાની સાથે ગાંજો પણ વેંચતો માંડા ડુંગરનો બિહારી શખ્‍સ ઝડપાયો

આજીડેમ પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણાની કામગીરીઃ પિયુષભાઇ ચિરોડીયા અને ગોપાલભાઇ બોળીયાની બાતમી

રાજકોટ તા. ૧૮: શહેરમાં વધુ એક વખત માદક પદાર્થ ઝડપાયો છે. આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે રહેતાં મુળ બિહારના શખ્‍સને ૧ા લાખના ગાંજા સાથે પકડી લીધો છે. બકાલાનો ધંધો કરતો આ શખ્‍સ બકાલાની સાથે સાથે ગાંજો પણ વેંચતો હતો. દિવાળીના તહેવારમાં કમાણી કરવા વતન બિહારથી જથ્‍થો લાવ્‍યો હોવાનું રટણ તેણે કર્યુ હતું.

શહેર વિસ્‍તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકે એ માટે  !સે નો ટુ ડ્રગ્‍સ' મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા સામે કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. પિયુષભાઇ ચિરોડીયા તથા કોન્‍સ. ગોપાલભાઇ બોળીયાને બાતમી મળતા આજીડેમ ચોકડી પાસે માંડાડુગર દેવકીનંદન સોસાયટી શેરી નં-૬ શાળા નં-૯૬ની બાજુમાં રહેતા મુળ જોગની પરસા ગામ તા. સારન જી. સપરા બિહારના વકીલસિંહ રામદરસસિંહને રૂપિયા ૧,૨૫,૨૦૦ના ૧૨.૫૨૦ કિલોગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો. શાકભાજીના ધંધાની આડમાં આ શખ્‍સ ગાંજો પણ વેચતો હતો. પોલીસ પ્રાથમિક તપાસમાં બહાર આવ્‍યું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૨ હેતલ પટેલ, એસીપી બી.વી.જાધવના માર્ગદર્શન હેઠળ આજીડેમ પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ.બી.જાડેજા, પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા તથા રવિભાઇ વાંક, કિશનભાઇ આહિર તથા હેડકોન્‍સ. પિયુષભાઈ ચિરોડીયા, ભરતભાઇ જોગીયા, દેવાંગભાઇ પાલા, સંજયરાજ બારોટ, હરપાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત, ધર્મેશભાઇ ધોરાલીયા તથા કોન્‍સ. મેરૂભા ઝાલા, પ્રદિપસિંહ ગોહીલ, દિવ્‍યરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ, હરપાલસિંહ જાડેજા, દેવાભાઈ ધરજીયા, વિશ્વરાજસિંહ પરમાર, કોન્‍સ. ધારાબેન મેઘાણી તથા ડ્રા. કોન્‍સ. રમેશભાઇ કુકડીયાએ આ કામગીરી કરી હતી. આ શખ્‍સ બિહારથી ગાંજો લાવ્‍યાનુ રટણ કરે છે.

દિવાળી તહેવાર હોઇ કમાઇ લેવા માટે બિહાર તરફથી ગાંજો લાવ્‍યાનું આ શખ્‍સે રટણ કર્યુ હોઇ વધુ માહિતી ઓકાવવા રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ હતી. 

(1:20 PM IST)