<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ઘનતેરસના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ

ઊંચા ભાવ સ્તરના કારણે ખરીદી ધીમી :સોનાના સિક્કા સહીત હળવા વજનના મનમોહક ડીઝાઇનના આભૂષણોની ખરીદી કરી શુકન સાચવ્યા

ધનતેરસના અવસરે સોના ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે, ઝવેરી બજારમાં ભાવની ઊંચી સપાટી વચ્ચે ગ્રાહકોએ સોના ચાંદીની ખરીદી કરીને શુકન સાચવ્યા હતા તે તસ્વીરમાં નજરે પડે છે ( તસ્વીર અભિજીત બગથરીયા ) 

રાજકોટ તા 18:  પ્રકાશ પર્વ દિવાળીને વધાવવા જન જનમાં ઉમંગ ઉત્સાહનો અભૂતપૂર્વ સંચાર થયો છે દરેક બજારમાં ધૂમ ખરીદીનો માહોલ જામ્યો છે ધનતેરસની ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીનો માહોલ શરુ થયો છે . છેલ્લા કેટલાક મહિનાથી સોનાના ભાવ આસમાનને આંબ્યાં હતા, સોનીબજારમાં મંદીનો માહોલ છવાયો હતો,, અલબત્ત ગઈ કાલે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો થતા ગ્રાહકોને મોટી રાહત મળી છે  

ધનતેરસના શુકનવંતા અવસરે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ સાથે ખરીદીનો માહોલ જામ્યો હતો સાંજથી ગ્રાહકી વધવાની આશા વ્યક્ત થઇ રહી છે ધનતેરસના શુકનવંતા અવસરે ગ્રાહાકીનો માહોલ રહેતા ઝવેરીબજારમાં થોડો ઘણૉ પ્રાણ ફુંકાયો છે 

પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે વેપારીઓના માનવા મુજબ ધનતેરસના શુકનવતા અવસરે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ છે

ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે

આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી ,બાલી ,વીટી  પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી ,સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે

હાલમાં સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે, ત્યારે ધનતેરસના શુભ અવસરે સોના ચાંદીની ખરીદી કરવી શુભ મનાય છે, વધતા ભાવની અસર હેઠળ પણ ગ્રાહકો સિક્કાની ખરીદી કરતા જોવા મળે છે સિક્કાનું વેચાણ સાથે હળવા વજનના દાગીનાનું વેચાણ થઇ રહયું છે

સોનાના દાગીના ઉપરાંત લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ ડાયમંડ જવેલરીનું પણ યુવા વર્ગમાં આકર્ષણ વધ્યું છે ડાયમંડ જવેલરીમાં લાઈટ વેઇટ જવેલરીમાં અદભુત વેરાઈટી-આવનવી ડીઝાઇનને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિયતા મેળવી છે

ઝવેરીબજારમાં  શુકનવંતી ખરીદી વધી છે ગ્રાહકો હળવા ભારે વજનના દાગીનાઓ ખરીદી રહ્યાં છે સામાન્ય દિવસો કરતા ગ્રાહાકીમાં વધારો થયો છે જોકે જોઈએ તેટલી ઘરાકી જામી નથી આ વર્ષે ભાવ વધારાની અસર જોવાઈ હોવાનું વેપારીઓ જણાવે છે 

(1:46 PM IST)