તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
ધનતેરસે રાજકોટમાં લક્ષ્મી માતાના મંદિરે દર્શનાર્થીઓની કતારો લાગી

રાજકોટ : શુભ દિપાવલીના તહેવારોનો આરંભ થઇ ચુકયો છે. આજે ધનતેરસ છે. આ નિમિતે રાજકોટના કેવડાવાડી શેરી નં. ૨ ખાતે આવેલ સુપ્રસિધ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરે વિશેષ પૂજા આરતીનું આયોજન થયુ હતુ. ભાવિક ભકતો દ્વારા સાવરણી અને પેંડા સહીતની મીઠાઇ પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવી હતી. આ મંદિરે કઇક એવી પ્રથા છે કે ભાવિકો એકથી વધુ સાવરણી લઇને આવે છે અને અહીં એક અર્પણ કર્યા બાદ બાકીની સાવરણી પ્રસાદભાવે પરત લઇ જાય છે. ભાવિકોએ વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે કતારો લગાવી દીધી હતી. જે તસ્વીરમાં નિહાળી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:23 PM IST)










