તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
રિંગ રોડ ઉપર રચાઇ મનમોહક રંગોળીઓઃ દેશભકિત, વિજ્ઞાન, તહેવારની ઝલક

રાજકોટઃ મનપા દ્વારા દરવર્ષની જેમ દિવાળી કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રેસકોર્ષ રિંગ રોડને લાઇટનો શણગાર કરાયો છે. તા.૨૦ સુધી ચાલનાર મહોત્સવમાં કોર્પોરેશન દ્વારા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્ષ રિંગરોડની ફરતે રાજકોટ તથા બહારગામના નગરજનો- કલાકારો દ્વારા મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લઇ ૪૫૦ થી ૫૦૦ જેટલી રંગોળી બનાવવામાં આવી છે. આ રંગોળીઓમાં દેશભકિત, ધાર્મિક, વિજ્ઞાન સહિતના વિષયોને કલાકારો દ્વારા આવરી લેવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટના પનોતા પુત્ર પૂર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને શ્રધ્ધાંજલી આપતી રંગોળી પણ કલાકાર દ્વારા નિર્માણ કરવામાં આવી છે. આજે અને કાલે રવિવારે લોકો રિંગરોડની ફરતે રચવામાં આવેલ રંગોળીઓ નિહાળી શકશે (તસવીરઃ અભિજીત બગથરીયા)
(2:37 PM IST)










