<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

આજે રાજકોટનું આકાશ ઝગમગશે : સાંજે આતશબાજી

મનપા દ્વારા રેસકોર્ષ સ્‍થિત માધવરાય સિંધીયા સ્‍ટેડીયમ ખાતે આયોજન

રાજકોટ, તા., ૧૮:  મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્‍સવ અંતર્ગત આજે તા.૧૮ ને શનિવારના રોજ ધનતેરસના શુભ દિવસે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ,  રેસકોર્ષ ખાતે ભવ્‍ય આતશબાજી યોજાશે. આતશબાજી કાર્યક્રમનું ઉદઘાટન પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્‍તે કરવામાં આવશે.

મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્‍સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા તા.૧૬ થી તા.૨૦ દરમ્‍યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે સ્‍વચ્‍છ-હરિયાળું-રંગીલુ રાજકોટ દિવાળી ઉત્‍સવનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં, આકર્ષક એન્‍ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્‍ય આતશબાજી, રંગોળી સ્‍પર્ધા, લેસર શો, મ્‍યુઝિકલ બેન્‍ડ સહિતના વિશેષ આકર્ષણોનો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને ભવ્‍ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે. જે પરંપરા મુજબ આજે તા.૧૮ ને શનિવાર ધનતેરસના શુભ દિવસે સાંજે ૭.૦૦ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ, રેસકોર્ષ ખાતે ભવ્‍યાતિ ભવ્‍ય આતશબાજીનું આયોજન કરવામાં આવેલ  છે. આ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને મેયર  નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે.

આ આતશબાજી કાર્યક્રમમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી નિહાળવા શહેરીજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહે છે.

આ આતશબાજી કાર્યક્રમમાં આમંત્રિત મહાનુભાવોની એન્‍ટ્રી રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમથી હોકી ગ્રાઉન્‍ડની ગેલેરી પાસે આવેલ જીમ તરફ જવાના રસ્‍તાથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમમાં એન્‍ટ્રી લેવાની રહેશે. જ્‍યારે કોર્પોરેટરો તથા પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓની એન્‍ટ્રી બહુમાળી ભવન સામેથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમના પેવેલીયન તરફ જવાના રસ્‍તાથી એન્‍ટ્રી લેવાની રહેશે.   

જાહેર જનતાને બહુમાળી ભવન સામેના શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ તરફ જવાના રસ્‍તાથી શ્રી વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમથી શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડિયમના ગેઇટથી એન્‍ટ્રી આપવામાં આવશે. જાહેર જનતાએ આ કાર્યક્રમ નિહાળવા કોઇપણ પ્રકારના પાસની જરૂરીયાત નથી.

(2:49 PM IST)