તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
એક વર્ષ પહેલા અપહરણ કરાયેલી સગીરાને એએચટીયુની ટીમે નાસિકથી શોધી કાઢી
પરિવાર સાથે મિલનઃ આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતોઃ પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાતની ટીમના હરસુખભાઇ અને હસમુખભાઇની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૮: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં એક વર્ષ પહેલા પરપ્રાંતિય સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે આ બનાવની તપાસ હાથ ધરતાં અપહૃત સગીરા મહારાષ્ટ્રના નાસિક ખાતે હોવાની માહિતી પરથી ત્યાં પહોંચી સગીરાને રાજકોટ લાવી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. જો કે તેનું અપહરણ કરી જનારો ત્યાં હાજર ન હોઇ તેની શોધખોળ યથાવત રખાઇ છે.
આજીડેમ પોલીસમાં વર્ષ ૨૦૨૪માં ૧૭ વર્ષની સગીરાના અપહરણનો ગુનો નોંધાયો હતો. તેના જ વતનનો કોઇ શખ્સ તેને ભગાડી ગયાની માહિતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના હેડકોન્સ. હરસુખભાઇ વાછાણી અને કોન્સ. હસમુખભાઇ બાલધાને મળતાં તપાસ શરૂ કરાઇ હતી. ટેકનીકલ એનાલીસીસને આધારે તપાસ શરૂ થતાં આ સગીરા નાસિક ખાતે હોવાની વિગતો સાંપડી હતી. તેના આધારે ટીમ ત્યાં પહોંચી હતી અને સગીરાને હસ્તગત કરી રાજકોટ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જો કે આરોપી ત્યાં હાજર નહોતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અનુસાર પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ, પીએસઆઇ એ. કે. ગોસ્વામી, હેડકોન્સ.જીજ્ઞેશભાઇ મારૂ, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્સ. હસમુખભાઇ બાલધા, કોન્સ. ભુમિકાબેન ઠાકર, મહેશ જી. પ્રસાદ, જ્યોતિબને બાબરીયા અને ડ્રા. સુર્યકાંતભાઇએ આ કામગીરી કરી હતી.
(2:53 PM IST)










