<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

જવેલર્સમાં રૂ. ૩૭ હજારની સોનાની બુટીની ચોરી કરનાર નિલેશ પકડાયો

થોરાળા પોલીસના હેડ કોન્‍સ. જયદીપસિંહ તથા નિલેશભાઇની બાતમી

રાજકોટ તા. ૧૮ : સામાકાંઠે ગોકુલનગર આવાસ યોજના આર. એમ. સી. શોપીંગ સેન્‍ટરમાં આવેલી જવેલર્સની દુકાનમાં રૂ. ૩૭ હજારની ચોરી કરનાર શખ્‍સને થોરાળા પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ ગોકુળનગર આવાસ યોજના આર. એમ. સી. શોપીંગ સેન્‍ટરમાં દુકાન નં. ર મીરાજ જવેલર્સ નામની દુકાનમાં ગ્રાહકના સ્‍વાંગમાં આવેલા શખ્‍સે વૃધ્‍ધ વેપારીની નજર ચૂકવી રૂ. ૩૭,પ૦૦ ની કિંમતની સોનાની બે બુટીની ચોરી કરી નાસી ગયો હતો. આ બનાવ અંગે વેપારી કમલેશભાઇ લાધાભાઇ મુછાળા (ઉ..૬પ) (રહે. સંત કબીર રોડ બાલકૃષ્‍ણ સોસાયટી) એ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે પીઆઇ એન. જી. વાઘેલાની સુચનાથી પીએસઆઇ એન. આર. ડોબરીયા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે હેડ કોન્‍સ. જયદીપસિંહ અને નીલેશભાઇને બાતમી મળતા નીલેશ ઉર્ફે હિતેશ શામજીભાઇ મકવાણા (ઉ.૩૬) (રહે. કુવાડવા રોડ લાલપરી લાલ હનુમાનજીના મંદિરવાળી શેરીમાં) ને પકડી લઇ રૂા. ૩૭,પ૦૦ ની કિંમતની સોનાની બે બુટ્ટી કબ્‍જે કરી કામગીરી કરી હતી. આ કામગીરી પીએસઆઇ એન. આર. ડોબરીયા, એએસઆઇ ડી. કે. ખાંભલા, હેડ કો. જયદીપસિંહ જાડેજા, હીતેશભાઇ પરમાર, નીલેશભાઇ કાનજીભાઇ, કો. દીવ્‍યરાજસિંહ ઝાલા, સંજયભાઇ માંડાણી દ્વારા કરવામાં આવી હતી. 

(2:56 PM IST)