News of Saturday, 18th October 2025
પીઆઇટી એનડીપીએસ હેઠળ દૂધસાગર રોડ ક્વાર્ટરનો યુસુફ વાડીવાલા જેલહવાલે
શહેર એસઓજી પીઆઇ સંજયસિંહ જાડેજા અને ટીમે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૧૮: માદક પદાર્થના વધુ એક ધંધાર્થી સામે શહેર એસઓજી દ્વારા પીઆઇટી એનડીપીએસ એક હેઠળ ડીટેઇન કાર્યવાહી કરી જેલહવાલે કરાયો છે.
દૂધસાગર રોડ પર ગુ. હા. બોર્ડ ક્વાર્ટરમાં કે. ડી. પાન પાસે રહેતાં યુસુફ અમીનભાઇ વાડીવાલા (ઉ.વ.૪૪)ને પીઆટી એનડીપીએસ હેઠળ અટકાયત કરી જેલમાં મોકલવાની દરખાસ્ત પોલીસ કમિશનર બ્રજેશકુમા ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના હેઠળ તૈયાર કરી સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશકને મંજુરી માટે મોકલાઇ હતી. આ દરખાસ્ત મંજુર થતાં યુસુફ વાડીવાલાને સુરત જેલમાં મોકલી દેવાયો છે.
આ કામગીરી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. દિગ્વીજયસિંહ ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, ઉપેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. યોગેન્દ્રસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર, પીસીબીના પીઆઇ એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાડ, ઇન્દ્રજીતસ્ંિહ સિસોદીયા અને સીઆઇડી ક્રાઇમના પારસભાઇ ટાંકે કરી હતી.
(2:57 PM IST)










