તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
ભરવાડ સમાજનો ૨૮મો સમુહલગ્નોત્સવ ૩૦ નવેમ્બરે યોજાશેઃ ૧૦૦ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે
શહેરમાં સમુહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે હરીભાઈ માટીયાની વરણીઃ તા. ૬/૧૧ ના ફોર્મ ભરાશે

રાજકોટઃ છેલ્લા ૨૮ વર્ષથી ભરવાડ સમાજના સમુહ લગ્ન યોજાઈ છે. અત્યાર સુધીમાં ૨૬૦૦ થી વધુ દિકરીઓ સમુહલગ્નમાં જોડાઇને પોતાનો ગળહસંસાર સુખ-રૂપ રીતે નિભાવી રહી છે. શ્રી ગોપાલક સમુહલગ્ન સમિતી આયોજીત ૨૭મો સમુહલગ્નોત્સવ આગામી તા.૩૦-૧૧, રવિવારના રોજ રાજકોટ ખાતે યોજાશે જેમા ૧૦૦ દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે.
આ પ્રસંગે ભરવાડ સમાજના ધર્મગુરૂ પરમ પુજય ધનશ્યામપુરી બાપુ સહિતના સંતો-મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી દિકરીઓને આશીર્વચન પાઠવશે. સમુહલગ્નની વ્યવસ્થાના ભાગ રૂપે સમુહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે હરીભાઇ ગોકળભાઈ માટીયાની વરણી કરવામા આવી છે. આ સમુહલગ્નમા દિકરીઓને સોના-ચાંદીની વસ્તુઓ ઉપરાંત જીવન જરૂરી ઘર વખરીનો તમામ માલ-સામાન કરીયાવરમા આપવામા આવશે. આ વખતના ભોજન ખર્ચના દાતા બાબુભાઈ મેપાભાઈ બાંભવા પરિવાર છે સમુહલગ્નમા ૨૦ હજારથી વધુ ભાઇઓ-બહેનો ભોજન-પ્રસાદનો લાભ લેશે.
સમુહલગ્ન બાબતે સમાજમાં આવેલી જાગળતિના પગલે દર વર્ષ રાજકોટ, વાંકાનેર, નિકાવા, પડધરી, ખારવા, જોડીયા, જામનગર, ખંભાળીયા, લાલપુર, કડુકા, સાવરકુંડલા, વિગેરે સ્થળે સમુહ લગ્ન યોજાય છે. જેમા દર વર્ષે ૧૨૦૦ થી વધુ દિકરા-દિકરીઓ જોડાય છે આ સમુહલગ્નમા જોડાવા ઇચ્છતા દિકરાઓની ઉમર ૨૧ વર્ષ અને દિકરીઓની ઉમર ૧૮ વર્ષ પુરી હોવી જરૂરી છે. સમાજના નિયમ મુજબ દિકરીઓનુ આણું સાથે વાળવાનું રહેશે તેમજ દાગીનાની લેતી-દેતી પણ ૮ થી ૧૦ તોલાની કરવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.
સમુહ લગ્નના ફોર્મ તારીખ ૬-૧૧ને ગુરૂવારના રોજ સવારે ૮ કલાકે પૂજય સંત પાતાબાપા ઠાકર મંદિર, મવડી મેઇન રોડ ખાતે ભરવામાં આવશે.
આ સમુહ લગ્નને સફળ બનાવવા સમિતિના પ્રમુખ હરીભાઈ ગોકળભાઈ માટીયા, ભીખાભાઇ લક્ષ્મણભાઇ પડસારીયા, હિરાભાઈ ઉકાભાઈ બાંભવા, રાજુભાઈ નોંધાભાઈ જુંજા, નારણભાઈ ચનાભાઇ ટારીયા, લીંબાભાઇ ખેંગારભાઈ માટીયા, પરેશભાઈ લખમણભાઈ સોરીયા, નારણભાઈ માંડણભાઈ વકાતર, બીજલભાઈ રામજીભાઈ ટારીયા, નાગજીભાઈ જીણાભાઈ ગોલતર, ગોપાલભાઈ મનુભાઈ સરસીયા, રમેશભાઈ તેજાભાઈ જુંજા, મનુભાઈ બચુભાઈ બાંભવા, ધીરજભાઈ અરજણભાઈ મુંધવા, વાઘજીભાઈ રવજીભાઈ બાંભવા, રામભાઈ દેવાભાઈ ખીટ, મેહુલભાઈ ભરતભાઈ ગમારા, રમેશભાઈ દિનેશભાઈ ટોળીયા, જીવણભાઈ દેવાભાઈ માટીયા અને રઘુભાઈ કાળાભાઈ મેવાડા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:09 PM IST)










