<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરે સોમવારે વૈદિક ચોપડા પૂજન : અન્નકુટ ઉત્‍સવની પુરજોશમાં તૈયારીઓ

રાજકોટ : ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરતો દીપોત્‍સવી તેમજ નૂતન વર્ષનો ઉત્‍સવ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરે ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાનાર છે. જે અંતર્ગત સોમવારે દિવાળીના દિવસે સવારે ૯ થી ૧૧ દરમ્‍યાન પ્રમુખસ્‍વામી સભાગળહમાં વૈદિક ચોપડાપૂજન-લક્ષ્મીપૂજન વિધિ યોજાશે. જેમાં પૂજ્‍ય સંતો વ્‍યાપારીઓને વૈદિક પૂજનવિધિમાં જોડાશે અને ધંધા વ્‍યવહારના ચોપડામાં ભગવાનનો આશીર્વાદ પત્રક લગાવવામાં આવશે. બ્રહ્મસ્‍વરૂપ પ્રમુખસ્‍વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્‍વામી મહારાજના વિડીઓ આશીર્વચનનો પણ લાભ પ્રાપ્ત થશે. વિક્રમ સંવત ૨૦૮૧ની અંતિમ સંધ્‍યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્‍ય કલાત્‍મક દિવડાઓની રંગોળી રચવામાં આવશે. ઉપસ્‍થિત તમામ ભાવિકો સાંજે ૭ વાગ્‍યે હજારો દીવડાઓના શણગાર રચિત ઠાકોરજીની સમૂહ આરતી દ્વારા વર્ષની અંતિમ સંધ્‍યા આરતી કરી ધન્‍યતાની લાગણી અનુભવશે. વિક્રમ સંવત ૨૦૮૨ એટલે કે નૂતન વર્ષના પ્રથમદિન તા.૨૨ ના બુધવારે ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે અને સવારે ૭ વાગ્‍યે શણગાર આરતી દ્વારા વર્ષના પ્રથમ દિને ભક્‍તો ભાવિકો ભગવાન સમક્ષ પ્રાર્થના કરી આ દિવસનો મંગલ પ્રારંભ કરશે. ભારતીય સંસ્‍કળતિની આગવી વિશિષ્ટતા એ છે કે પ્રથમ ભગવાનને અર્પણ કર્યા બાદ જ સૌ કોઈએ અન્નકૂટની વિવિધ વાનગીઓને પ્રસાદ સ્‍વરૂપે ગ્રહણ કરતા હોય છે. ત્‍યારે પૂ. મહંતસ્‍વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ ખાતે ૧૫૦૦થી પણ અધિક શુધ્‍ધ, સાત્‍વિક અને શાકાહારી વાનગીઓનો ભવ્‍ય અન્નકૂટ રચાશે. જેમાં વિવિધ મીઠાઈઓ, ફરસાણ, સુકોમેવો, જ્‍યુસીસ વગેરે અનેક સંતો અને હરિભક્‍તો દ્વારા પવિત્ર વાતાવરણમાં સંપૂર્ણ શુધ્‍ધતા દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટના અગ્રણી મહાનુભાવોની હાજરીમાં અન્નકૂટની પ્રથમ આરતીનો ૧૦ વાગ્‍યે લાભ પ્રાપ્‍ત થશે. ત્‍યારબાદ દર કલાકે સાંજે ૭ વાગ્‍યા સુધી આરતીનો લાભ પ્રાપ્‍ત થશે. દર્શનાર્થીઓને અન્નકૂટની મહાઆરતી બાદ ૧૦ વાગ્‍યેથી સાંજે ૭ વાગ્‍યા સુધી અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્‍ત થશે. નૂતન વર્ષે દર્શને આવનાર દર્શનાર્થીઓને પ્રસાદ અને પ્રેરણાત્‍મક સંદેશ પાઠવતું સુંદર પોકેટ કાર્ડ આપવામાં આવશે. આ સમગ્ર ઉત્‍સવનો લાભ લેવા શહેરીજનોને બી.એ.પી.એસ. શ્રી સ્‍વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મ તીર્થ સ્‍વામી અને સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ હાર્દિક આમંત્રણ પાઠવેલ છે.

(3:10 PM IST)