News of Saturday, 18th October 2025
રૈયા રોડ સૌરભ હોલ ખાતે જય જલિયાણ ગ્રુપ દ્વારા પૂ. જલારામબાપાની જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાશે

રાજકોટ તા. ૧૮ : રૈયા રોડ ઉપર આવેલ સૌરભ હોલ ખાતે જય જલિયાણ ગ્રુપ દ્વારા આગામી તા. ૨૯ ના બુધવારે શ્રી જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરાશે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય જલિયાણ ગ્રુપના આગેવાનોએ જણાવ્યુ હતુ કે પૂ. જલારામ બાપાની આ વર્ષે ૨૨૬ મી જન્મ જયંતિ તા. ૨૯ ના બુધવારે સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી ઉજવવા શ્રેણીબધ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયુ છે.
જેમાં દિપપ્રાગટય, બાપાનું સામૈયુ, છપ્પન ભોગ દર્શન, નિઃશુલ્ક આયુર્વેદિક હેલ્થ ચેકઅપ કેમ્પ સહીતના આયોજનો કરવામાં આવ્યા છે. જ્ઞાતિબંધુઓ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક જીગ્નેશભાઇ (રાજુભાઇ), પ્રીત ગોકાણી, કિશન જોબનપુત્રા, સાહિલ લાખાણી, ડેનિલ કોટેચા, લલિતભાઇ મીરાણી, હસમુખભાઇ સેજપાલ, સમીર પંડીત, આનંદ રાચ્છ, મિલન પંડિત, ધ્યેય અવાસિયા, જતિનકુમાર રાચ્છ, ગિરીશ રાજવીર, મેહુલ કોટેચા, રાજુ ભગદેવ, પ્રભુદાસ ઉનડકટ, નિકુંજ કોટેચા, આર્યન ચંદારાણા, દિપક ગણાત્રા, ચિરાગ હાલાણી, વિશાલ રાચ્છ, વંદિત ખંધેડીયા, જીગેશ શીંગાળા, મિત ઉનડકટ, વિમલ તન્ના, દીપેન તન્ના, જય તન્ના, વંશ ચોલેરા, દર્શન બુધ્ધદેવ, સંજય ભાયાણી, કીર્તી રાજવીર, આદિત રાચ્છ, હસ્ત (રામ) ઠકકર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
દર વર્ષની માફક મહિલા સંચાલિત સિનિયર સીટીઝનો માટે મહાપ્રસાદની અલાયદી વ્યવસ્થા કરાશે. જેમાં કાજલબેન ઠકકર, માધવીબેન ગોકાણી, નિમીષાબેન જતીનકુમાર રાચ્છ, માધુરીબેન મીરાણી સહીતના બહેનો સેવા આપશે.
વધુ માહિતી માટે ચિનુભાઇ એચ. ઠકકર (મો.૯૪૨૮૨ ૮૯૨૪૪), કમલ કે. ગોકાણી (મો.૯૮૯૮૪ ૮૯૪૬૪), વિનુભાઇ લાખાણી (મો.૯૮૨૪૧ ૭૩૨૪૮), ગૌરવ સેજપાલ (મો.૮૦૦૦૦ ૮૬૪૪૪) નો સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જય જલિયાણ ગ્રુપના સભ્યો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:41 PM IST)










