તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th October 2025
ગાંધીગ્રામ અને ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે દરોડોઃ તીનપતી રમતી મહિલાઓ સહિત ૧૯ ઝડપાયા
ગાંધીગ્રામ પોલીસના પી.એસ.આઇ. એમ.વી. જાડેજા તથા ટીમનો દરોડોઃ લાખના બંગલા પાસે એપાર્ટમેન્ટમાં મહિલાના ફલેટમાંથી ૧૨ અને ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર પાસેથી ૭ ને દબોચ્યા

રાજકોટ તા.૧૮: રામાપીર ચોકડી નજીક લાખના બંગલાપાસે આવેલા બંસી કોમ્પલેક્ષના ફલેટમાં અને ઘંટેશ્વર ૨૫વારીયા કવાર્ટર પાસે ગાંધીગ્રામ પોલીસે બે દરોડા પાડી તીનપતીનો જુગારરમતી મહિલાઓ સહિત ૧૯ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ રામાપીરચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલ એક એપાર્ટમેન્ટના ફલેટમાં કેટલાક શખ્સો જુગારરમતા હોવાની બાતમી મળતા પી.આઇ. એસ. આર. મેઘાણીના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. એમ. વી. જાડેજા, હેડ કોનસ રોહિતદાનભાઇ ગઢવી, કોન્સ મુકેશભાઇ સબાડ અને મહિલા કોન્સ શિલ્પાબેન વિઝવાડીયા સહિત દરોડો પાડી લાખના બંગલાપાસે બંસી કોમ્પલેક્ષના ત્રીજામાળે ફલેટ નં. ૩૦૩માં તીનપતીનો જુગારરમતા મકાનમાલિક દિવ્યાબેન વિજયભાઇ દેવડા તથા જામનગરરોડ ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૪ના અશ્વીન હસમુખભાઇ બતયા, કાંગશીયાળીગામનાં હિતેન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજા, કોઠારીયા, સોલવન્ટ રસુલપરાના ઇકબાલ કાસકભાઇ બુકેરા,, રૈયારોડ રઝાનગર શેરી નં.૩ ના મોહસીન રઝાકભાઇ બુખારી, રૈયારોડ બાપાસીતારામ ચોકપાસે રહેતા રવિન્દ્રસિંહ અશોકસિંહ પરમાર, ગોંડલ રોડપર રવેચીનગર શેરી નં.૧ ના બસીર ઓસમાણભાઇ ફકીર, ચૂનારાવાડ ચોક પાસે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં. ૧૨ના મેહુલ રોહીતભાઇ દેસાણી, જંગલેશ્વર શેરી નં.૨૪ના આસીફ ગુલાબ હુસેનભાઇ નાગાણી, રસુલપરાના અમીનાબેન ઇસ્માઇલભાઇ સીડા, જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટી શેરી નં.૪ના જોષ્ધ નં.૪ના જોષનાબેન છગનભાઇ ચંદારાણા અને ગાંધીધામ વેલનાથ ચોક પાસે રહેતા જયોતિબેન દિલીપભાઇ ભટ્ટને પકડી લઇ રૂા. ૨૦, ૯૫૦ની રોકડ તથા નવ મોબાઇલ અને પાંચ મોટરસાઇકલ મળી રૂા. ૧,૩૫,૦૦૦ નો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરી પી. આઇ. એસ. આર. મેઘાણી તથા પી.એસ.આઇ એમ. વી. જાડેજા, હેડ. કોન્સ. રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી, સહદેવસિંહ જાડેજા, ભવદિપસિંહ ગોહિલ, શબ્બીરભાઇ મલેક, કોન્સ, મુકેશભાઇ સબાડ, રઘુવીરસિંહ, જાડેજા, ભરતભાઇ મકવાણા, કોન્સ. શિલ્પાબેન શંકરલાલ વિઝંવાડીયા, હોમગાર્ડ મહીપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં હેડકોન્સ રોહિતદાનભાઇ ગઢવી તથા કોન્સ રીનાબેન પરમાર સહિતે બાતમીના આધારે ઘંટેશ્વર ૨૫વારીયા કવાર્ટર પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગારરમતા ૨૫વારીયા કવાર્ટરમાં રહેતા ગીતાબેન અરવીંદભાઇ મકવાણા, બેનાબેન રાહુલભાઇ દતાણી, સુશીલાબેન પપ્યુભાઇ બેવાસી, રૂકસાર શરીફભાઇ પમા, હેતલબેન, હિતેષભાઇ અને વાળીયા, નીતુબેન મુકેશભાઇ સંચાણીયા અને હિતેષ જેન્તી અને વાળીયાને પકડી લઇ રૂા. ૪,૧૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. (૩.૧૯)
(3:51 PM IST)










