તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th October 2025
રાજકોટમાં દિવાળી તહેવારને લઈને 5 હંગામી ફાયર સ્ટેશનો ઉભા કરાયા: 445 કર્મચારીઓનો કાફલો 24 કલાક તૈનાત રહેશે
ફાયર શાખાએ પોતાના 7 ફાયર સ્ટેશન ઉપરાંત વધુ 5 જગ્યાએ ફાયર ચોકી ઊભી કરી

રાજકોટ :શહેરમાં દિવાળીના તહેવારોમાં ધનતેરસથી શરૂ કરીને નવા વર્ષ સુધી ફટાકડા ફોડવામાં આવશે અને આ દરમિયાન સૌથી વધુ આગ લાગની ઘટના પ્રકાશમાં આવે છે. તેવામાં દિવાળીના તહેવારને લઈ રાજકોટમાં હંગામી ફાયર સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં દિવાળીના તહેવારને લઈ ફાયર વિભાગ સજ્જ થઇ ગયું છે. રાજકોટ શહેરમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. દિવાળી તહેવારોમાં આગની ઘટના સામે રાજકોટ ફાયર વિભાગ એક્શમાં આવ્યું છે. શહેરમાં વિવિધ જગ્યાએ આગની ઘટનાને કાબુમાં લેવા માટે 445 કર્મચારીઓનો કાફલો 24 કલાક ખડેપગે તૈનાત રહેશે આ સાથે બેસતા વર્ષના સવાર સુધી સમગ્ર સ્ટાફ ફરજ પર રહેશે. આગની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે.
દીવાળીમાં આગ લાગવાની ઘટનાઓને લઈને ફાયર શાખાએ પોતાના 7 ફાયર સ્ટેશન ઉપરાંત વધુ 5 જગ્યાએ ફાયર ચોકી ઊભી કરી છે, જ્યાં ફાયર ફાઈટર તૈનાત રાખવામાં આવશે. જેથી આગની કોઇપણ ઘટના વખતે સમયસર તે જગ્યાએ પહોંચમાં સરળતા રહે. પરાબજાર, ફૂલછાબ ચોક, સંતકબીર રોડ, નાનામવા સર્કલ અને યુનિવર્સિટી રોડ ખાતે આ હંગામી ફાયર ચોકી ઉભી કરવામાં આવશે 2020માં દિવાળીમાં આગના 45 બનાવ બન્યા હતા. જયારે 2021ની આગના 56 બનાવ બન્યા હતા.
(4:29 PM IST)










