<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

મોરબીમાં ચીલઝડપના ગુનામાં સામેલ બે શખ્‍સો રાજકોટમાં પકડાયા

ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ કોન્‍સ પ્રશાંતભાઇ ચુડાસમા અને મયુરધ્‍વજસિંહ જાડેજાની બાતમી : કુલદીપ અને સુનીલને દબોચ્‍યા

રાજકોટ : મોરબીમાં મહિલાની સોનાની ચેઇનની ચીલઝડપના ગુનામાં સામેલ બે શખ્‍સો રાજકોટમાં હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ કોન્‍સ. પ્રશાંતભાઇ ચુડાસમા અને મયુરધ્‍વજસિંહ  જાડેજાને બાતમી મળતા પી.આઇ.એમ.આર. ગોંડલીયા, એમ.એલ.ડામોર અને સી.એમ.જાદવની સૂચનાથી પી.એસ.આઇ. એ.એન. પરમાર સહિતના સ્‍ટાફે ગોંડલ રોડ લોહાનગર પુલ નીચે રહેતો કુલદીપ કીરીટભાઇ પરમાર (ઉ.૨૨) અને શાપર વેરાવળમાં રહેતો સુનીલ ઉર્ફે આર્યા ભાવેશભાઇ શીયાળને પકડી લઇ રૂ.૧.૧૪ લાખની કિંમતનો સોનાનો ચેઇન અને બાઇક મળી રૂ.૧.૫૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પી.એસ.આઇ. એ.એન.પરમાર એ.એસ.આઇ. હિતેન્‍દ્રસિંહ ઝાલા, હેડ કોન્‍સ કૃષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, અર્જુનભાઇ ડવ, મોહિલ રાજસિંહ ગોહિલ, કોન્‍સ ગોપાલભાઇ પાટીલ,   પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્‍વજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(11:18 AM IST)