<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

પારકી માથાકુટમાં મારા નિર્દોષ બબ્‍બે દિકરાનો ભોગ લેવાઇ ગયો, માળો વિખેરાઇ ગયોઃ વૃધ્‍ધ પિતા વશરામભાઇ પરમારનું કરૂણ આક્રંદઃ પરિવારમાં ગમગીની

 

રાજકોટ તા. ૨૦: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૦ પાસે રહેતાં બે સગા ભાઇઓ વિજયભાઇ પરમાર અને સુરેશભાઇ પરમારની હત્‍યા થઇ જતાં તેમના પિતા વશરામભાઇ વાલજીભાઇ પરમાર (ઉ.વ.૭૦)એ હોસ્‍પિટલ ખાતે કરૂણ આક્રંદ સાથે જણાવ્‍યું હતું કે પારકી માથાકુટમાં વચ્‍ચે પડવા જતાં મારા બે કંધોતર મેં ગુમાવી દીધા છે, આ બે'ય સાવ નિર્દોષ હતાં. પાડોશીના ઝઘડામાં વચ્‍ચે પડવા ગયા અને તેની હત્‍યા થઇ ગઇ હતી. મારા પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. વૃધ્‍ધ વશરામભાઇ પરમારે કહ્યું હતું કે મારે અન્‍ય એક દિકરો જગદીશભાઇ પણ છે. માથાકુટ થઇ ત્‍યારે આ દિકરો હાજર નહોતો. હોસ્‍પિટલ ખાતે મૃતકોના પરિવારજનો, સગા સંબંધીઓ મોટી સંખ્‍યામાં ઉમટી પડતાં પોલીસને વધારાનો બંદોબસ્‍ત ગોઠવવો પડયો હતો. પ્ર.નગર, એ-ડિવીઝન પોલીસના સ્‍ટાફને પણ હોસ્‍પિટલ ખાતે બંદોબસ્‍તમાં ગોઠવવામાં આવ્‍યા હતાં. તસ્‍વીરમાં ઘટનાની વિગતો વર્ણવતા મૃતકો વિજયભાઇ અને સુરેશભાઇના વયોવૃધ્‍ધ પિતા વશરામભાઇ વાલજીભાઇ પરમાર જોઇ શકાય છે.

(11:28 AM IST)