તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
હત્યાનો ભોગ બનનાર અરૂણ બારોટના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં: ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતોઃ પિતા સાથે બાંધકામનો વ્યવસાય સંભાળતો હતો

રાજકોટ તા. ૨૦: ટ્રીપલ મર્ડરની જે ઘટના બની તેમાં બે સગા ભાઇઓની સાથે સામેના પક્ષના બારોટ પરિવારના યુવાન અરૂણ વિનોદભાઇ રાઠોડ (ઉ.વ.૨૧)ની લોથ પણ ઢળી છે. હત્યાનો ભોગ બનનાર અરૂણ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો. તેના અન્ય ભાઇઓના નામ રમણ બારોટ (ઉ.વ.૨૦), રાજદિપ બારોટ (ઉ.વ.૧૮) અને બહેન સંગીતા (ઉ.વ.૧૦) છે. અરૂણ સાથે હુમલો થયો ત્યારે નાનો ભાઇ વરૂણ પણ સાથે હોઇ તેને પણ ઇજા થતાં તે સારવાર હેઠળ છે.
હત્યાનો ભોગ બનનાર અરૂણના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતાં. તેના પત્નિનું નામ ભુમિકા છે અને તેણી રાજકોટમાં જ માવતર ધરાવે છે. અરૂણના પિતા વિનોદભાઇ નાથાભાઇ રાઠોડ બાંધકામનો વ્યવસાય ધરાવે છે, અરૂણ પણ પિતા સાથે આ કામ કરતો હતો. તેના માતાનું નામ શિતલબેને છે. આ ઘટનાને પગલે પત્નિ ભુમિકાબેન, માતા-પિતા, ભાઇઓ, બહેન સહિતના સગા સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. અરૂણ કાર લઇને નીકળ્યો ત્યારે આંબેડકરનગરમાં બાબુભાઇ સોલંકીના ઘરે આવેલા ભાણેજ ભરતનું પલ્સર બહાર રોડ પર રાખ્યું હોઇ તેને અરૂણભાઇની કાર અડી જતાં બોલાચાલી થઇ હતી. બાદમાં બાબુભાઇના પડોશીઓ સુરેશભાઇ, વિજયભાઇ અને સુધીર પરમાર સહિતના આવતાં વાત વણસી હતી અને સામ સામે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષના ત્રણની હત્યા થઇ હતી.
(11:30 AM IST)










