News of Monday, 20th October 2025
શુકનવંતા આસોપાલવના તોરણનું બજારોમાં ધૂમ વેચાણ

રાજકોટ : આજથી શુભ દિપાવલીના તહેવારોનો મંગલમય પ્રારંભ થઇ ચુકયો છે. કોઇપણ ધાર્મિક પ્રસંગે આપણે ત્યાં ઘર કે ઓફીસના પ્રવેશ દ્વાર પર શુકનવંતા આસોપાલવના તોરણ બાંધવાની પ્રથા જળવાતી આવી છે. આ આસોપાલવના પાન જે રીતે પવિત્ર ગણાય છે તે રીતે આરોગ્યપ્રદ પણ ગણાય છે. ઓકસીજન છોડીને વાતાવરણને શુધ્ધ બનાવે છે. ત્યારે શુભ દિપાવલી પર્વે આવા તોરણ બાંધવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં આસોપાલવના તોરણનું વેચાણ થતુ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(1:11 PM IST)










