News of Monday, 20th October 2025
કબીર મંદિરે લાભપાંચમથી એકોતરી આનંદ આરતી, મહાયજ્ઞ અને ત્રિદિવસીય બૃહદ સંત સમાગમ ભંડારા મહોત્સવ
૪૦૦ વર્ષ પુરાણું મંદિરઃ બગી,જીપ કાર, બાઇક સાથે રણછોડનગર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નિકળશેઃ ધ્વજારોહણ, ધર્મસભા, સંતવાણી, મહાપ્રસાદઃ સંતો-મહંતો આશીર્વચન પાઠવશે

રાજકોટઃકબીર મંદિર ખત્રીવાડ યોજીત કબીર સાહેબ વાડી, ભગવતીપરા મેઇન રોડ ખાતે દિવ્ય ચેતન મહાપુરૂષોની સ્મૃતિમાં વિશ્વ કલ્યાણ અર્થે એકોતરી આનંદ આરતી મહાયજ્ઞ તથા ત્રિ-દિવસીય બૃહદ સંત સમાગમ ભંડારો મહોત્સવનું તા. ર૬ -લાભપાંચમથી તા. ર૮ સુધી ધામેધુમે વાજતે ગાજતે ભકતીભાવ સભર આયોજન કરવામાં આવેલ છે.
આ મહોત્સવમાં સંતો, મહંતો અગ્રણીઓ તા. ર૬/૧૦ શોભાયાત્રા સવારે ૯ કલાકે, રણછોડનગર ખાતેથી શરૂ થઇ જે ભગવતી પરા કબીર મંદિર સમાપન થશે, મહોત્સવનો શુભારંભ, ધ્વજા રોહણ, દિપ પ્રાગટય, સ્વાગત, આર્શીચન, ધર્મસભા, સંતવાણી તા. ર૭/૧૦ધર્મ સભા, ૯ થી ર સંત કકબીર સાહેબ ધર્મ પ્રચાર સંત મંડળ તરફથી પ.પુ. નરસિંગદાસજી સાહેબનું અભિવાદન સ્વાગત, સંતના સ્વાગત તથા આર્શીવચન તેમજ સંતશ્રી દયાલદાસજી, ગુરૂશ્રી નરસિંગદાસજી સાહેબની મહંતાઇ ચાદર વિધી, દાતાઓનું સ્વાગત, તા. ર૮/૧૦ એકોતરી આનંદ આરતી પ્રારંભ, આ ધર્મોત્સવમાં પધારવા મંહત શ્રી ૧૦૮ નરસંગદાસજી સાહેબ, ગુરૂશ્રી ૧૦૮ સંતદાસજી સાહેબ- મો. ૯૮૨૫૨ ૧૧૧૮૩ તથા મહંત દયાલદાસજી સાહેબ, ગુરૂશ્રી નરસંગદાસજી સાહેબ દ્વારા આંત્રણ અપાયું છે.
આ મહોત્સવને સફળ બનાવવા તુલસીદાસ ગોંડલીયા (મો.નં. ૯૯૭૯૪ ૬૯૫૯૯) બાબુભાઇ સી. બલ્લર, કિશોરભાઇ એચ. રામાણી, સવજીભાઇ ચોપડા, વિનુભાઇ એમ. બવાડિયા, મકોળભાઇ આર. બલર, પરસોતમભાઇ બી. રામાણી, હેમતભાઇ બી. પાડિયાદ, પ્રિતિબેન આર. પટેલ, જયશ્રીબેન આર. સોજીત્રા, કાન્તાબેન બી. બલર, વસંતબેન વી. બવાડિયા, લીલાબેન પી. માંગુકીયા તેમજ કબીર ભકતો જહેમત ઉઠાવી રહેલ છે.
(2:30 PM IST)










