<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

રશિયામાં વર્લ્‍ડ યુથ ફેસ્‍ટીવલ એસેમ્‍બલીમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કરતાં આયુષ કોટેચા

વકતવ્‍ય, શીઘ્ર વકતવ્‍ય, ડેકલેમેશનમાં પાંચ વખત રાષ્‍ટ્રીય પુરસ્‍કાર વિજેતા

રાજકોટઃ આયુષ કોટેચા એક વક્‍તા, ન્‍યુરોટોક્‍સિકોલોજિસ્‍ટ, સફળ ઉદ્યોગપતિ અને યુવા નેતા - જેમનું કાર્ય વિજ્ઞાન, સંસ્‍કૃતિ, નાગરિક ભાગીદારી અને ગ્‍લોબલ ડિપ્‍લોમસીમાં ફેલાયેલું છે. તાજેતરમાં યુનેસ્‍કો દ્વારા ચેન્‍જમેકર તરીકે નિયુક્‍ત, આયુષે રશિયાના નિઝની નોવગોરોડમાં પ્રતિષ્ઠિત વર્લ્‍ડ યુથ ફેસ્‍ટિવલ એસેમ્‍બલીમાં ભારતનું પ્રતિનિધિત્‍વ કર્યું. ૧૨૦થી પણ વધુ દેશોથી આવેલ પ્રતિનિધિ મંડળોએ ભાગ લીધો હતો. ભારત તરફથી આયુષ કોટેચાએ યુવા ઉદ્યોગિકસાહસિકતા, વૈજ્ઞાનિક સંશોધન, જીઓપોલિટિકલ સમસ્‍યાઓના ઉકેલમાં યુવાનોની ભૂમિકા, મિલિટરીમાં આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલલીગેન્‍સનો ઉપયોગ, યુવા વિકાસ, ઇન્‍ડિયા-રશિયા વચ્‍ચે શૈક્ષણિક આદાન પ્રદાન, સાંસ્‍કૃતિક આદાનપ્રદાન જેવા વિષય પર ભારતનો પક્ષ રજુ કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

ન્‍યુરોટોક્‍સિકોલોજિસ્‍ટ તરીકે શૈક્ષણિક રીતે તાલીમ પામેલા, આયુષભાઈએ મગજ અને પર્યાવરણીય સ્‍વાસ્‍થ્‍યની વૈજ્ઞાનિક સમજણમાં યોગદાન આપ્‍યું છે. સાથે નવીનતા, પ્રામાણિકતા અને અસરને પ્રતિબિંબિત કરતા સાહસો સાથે સફળ ઉદ્યોગસાહસિક તરીકે પ્રતિષ્ઠા બનાવી હોવાનું જણાવાયું છે.

વક્‍તૃત્‍વ, શીઘ્ર વક્‍તત્‍વ, ડેકલેમેશનમાં પાંચ વખત રાષ્ટ્રીય પુરસ્‍કાર વિજેતા, આયુષ કોટેચા તેમની વક્‍તત્‍વ શ્રેષ્ઠતા માટે જાણીતા છે. ભારતના ચૂંટણી પંચ માટે જિલ્‍લા યુવા સંયોજક તરીકે, તેઓએ લોકશાહી પ્રક્રિયાઓમાં નાગરિક ભાગીદારી અને યુવા જોડાણને સમર્થન આપ્‍યું છે. તેઓને પરંપરાગત લોકનાટ્‍ય સ્‍વરૂપ, ભવાઈ માટે શ્રેષ્ઠ દિગ્‍દર્શક અને શ્રેષ્ઠ અભિનેતા માટે રાષ્ટ્રીય પુરસ્‍કારો હોવાનું પણ જણાવાયું છે.

ફ્રી એડયુકેશન, ગ્રાહક સુરક્ષા, યુનિવર્સલ યુમન વેલ્‍યુઝ પર રાષ્ટ્રીય પરિષદમાં મુખ્‍ય વક્‍તા તરીકે આમંત્રિત, કરવામાં આવેલ.

તસ્‍વીરમાં આયુષ કોટેચા મો.૯૮૨૫૪ ૭૪૫૭૨ અને એડવોકેટ હસુભાઇ કોટેચા નજરે પડે છે.

(2:31 PM IST)