<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે વૈદિક ચોપડા પૂજન સંપન્‍ન : બુધવારે અન્નકુટોત્‍સવ

રાજકોટ : ભારતીય સંસ્‍કળતિને ઉજાગર કરતો દીપોત્‍સવી તેમજ નૂતન વર્ષનો ઉત્‍સવ સમગ્ર ભારતભરમાં ખૂબજ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે. ત્‍યારે કાલાવડ રોડ પરના બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરને દીપોત્‍સવી પર્વે સુંદર દીવડા, તોરણ તેમજ કલાત્‍મક રંગોળીથી સુશોભિત કરવામાં આવ્‍યું છે. વિકમ સંવત ૨૦૮૧ ની દીપાવલીના પાવન પર્વે સવારે પ્રમુખસ્‍વામી સભાગળહમાં વૈદિક ચોપડાપૂજનવિધિ યોજવામાં આવી હતી. સભાગળહમાં પ્રવેશ કરતા પૂ.સંતો સૌ ભક્‍તોના ભાલે ચંદનનો ચાંદલો કરી, નાડાછડી બાંધી આપાઇ હતી. રાજકોટના ઉદ્યોગપતિઓ અને વ્‍યાપારીઓ તેઓના ચોપડા તેમજ વર્તમાન સમયમાં ચોપડાનું સ્‍થાન લેતા ડીજીટલ ઉપકરણો જેવાકે લેપટોપ અને ટેબ્‍લેટ સાથે હાજર રહ્યા હતા. રાજકોટ મંદિરના વિદ્વાન સંતો પૂ.અક્ષરકિર્તી સ્‍વામી અને પૂ.અમળતકીર્તન સ્‍વામીએ ઉપસ્‍થિત તમામ ઉદ્યોગપતિઓ અને વ્‍યાપારીઓને સિતાર, તબલા, હાર્મોનિયમ, અને ઓક્‍ટોપેડના સુમધુર તાલ સાથે સંગીતમય વૈદિક મહાપુજાવિધિમાં જોડયા હતા. આ તકે પૂ. અપૂર્વમુનિ સ્‍વામીએ ‘સફળતાના સોનેરી સિદ્ધાંતો' વિષયક પ્રવચનથી નવા વર્ષે વેપારીઓ શ્રેષ્‍ઠ અને સફળ બિઝનેસમેન બની શકે તેની અનેરી પ્રેરણા આપી હતી. પૂજનવિધિને અંતે તમામ હરિભક્‍તોને પૂજાપાના પાના પર આશીર્વચનનું લેખન કરાવવામાં આવ્‍યું હતું અને પ્રગટ ગુરુહરિ મહંતસ્‍વામી મહારાજના વિડીયો આશીર્વચનનો પણ લાભ પ્રાપ્‍ત થયો હતો. અંતમાં સંતોએ પૂજનવિધિમાં જોડાયેલ તમામ ઉદ્યોગપતિઓ અને વ્‍યાપારીઓના ચોપડા પર ઠાકોરજીના પ્રાસાદિક પુષ્‍પ અને અક્ષતની વળષ્ટિ કરી આશીર્વાદ પાઠવ્‍યા હતા. વિક્રમ સંવત ૨૦૮૧ની દિવાળીની અંતિમ સંધ્‍યાએ મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્‍ય કલાત્‍મક ૨૦૦૦ જેટલાં દીવડાઓની રંગોળી રચવામાં આવી હતી. વિક્રમ સંવત ૨૦૮૨ એટલે કે નૂતન વર્ષના પ્રથમ દિને ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરાવવામાં આવશે અને શણગાર આરતી દ્વારા વર્ષના પ્રથમ દિને ભક્‍તો ભાવિકો ભગવાન સમક્ષ પ્રાર્થના કરી આજના દિનનો મંગલ પ્રારંભ કરશે. પૂ.મહંતસ્‍વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ મંદિર ખાતે ૧૫૦૦થી અધિક શુધ્‍ધ, સાત્‍વિક અને શાકાહારી વાનગીઓનો અન્નકૂટ રચાશે. રાજકોટના રાજકીય અને સામાજીક આગેવાનો તેમજ અગ્રણી મહાનુભાવોની હાજરીમાં અન્નકૂટની પ્રથમ આરતી નીલકંઠવર્ણી મંડપમાં સવારે ૯ વાગ્‍યે અને મંદિરના ઠાકોરજી સમક્ષ સવારે ૧૦ વાગ્‍યે થશે. ત્‍યારબાદ દર કલાકે સાંજે ૭ વાગ્‍યા સુધી અન્નકૂટ આરતીનો લાભ પ્રાપ્‍ત થશે. દર્શનાર્થીઓ શાંતિપૂર્વક દર્શન કરી શકે તે માટેના શિસ્‍તબદ્ધ આયોજન માટે કાર્યકરોની ટીમ ખડે પગે સેવામાં રહેશે. અન્નકૂટ ઉત્‍સવનો પ્રસાદ રાજકોટ શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારના હજારો ભાવિકો સુધી પહોંચાડવામાં આવશે. બુધવારે નૂતનવર્ષે આયોજીત અન્નકૂટ ઉત્‍સવમાં રાજકોટના તમામ શહેરીજનોને પરિવાર-મિત્રજનો સહિત દર્શન-આશીર્વાદનો લાભ લેવા બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર વતી કોઠારી પૂ.બ્રહ્મ તીર્થ સ્‍વામી અને સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.

(3:06 PM IST)