તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
બહેનોને સીટી બસમાં મફત મુસાફરીઃ નાગરિક સમિતિનો કોલ
નગરજનોને તહેવારોની શુભેચ્છા

રાજકોટ, તા.૨૦: ‘આપણે જ પ્રજા ને આપણે જ રાજા'ની વિચારધારા સાથે ગઠિત થયેલી નાગરિક સમિતિ રાજકોટના પ્રજાજનોને સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહના આજથી શરૂ થતાં દિવાળીના દરેક પાવન પર્વની આપ સૌને અને આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ. નાગરિક સમિતિના એડવોકેટ હિમતભાઈ લાબડીયા,ભાવેશ આચાર્ય અને પ્રકાશ મોરી તરફથી પાઠવવામાં આવી છે.
આ સાથે નાગરિક સમિતિના સભ્યો એલાન કરે છે અને બાહેધરી આપે છે કે આગામી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચુંટણીમાં નાગરિક સમિતિને બહુમતી મળશે તો ફક્ત રક્ષાબંધન કે ભાઈબીજ નહિ પણ કાયમ માટે બારેમાસ બહેનોને રાજકોટ સીટી બસમાં મફત મુસાફરી કરવાની સુવિધા આપવા પ્રયત્નો કરશે. તેમ યાદીમાં અંતમાં જણાયુ છે.
(3:30 PM IST)










