તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
વિકસિત ભારતની હરોળમાં રાજકોટને ખુબ આગળ વધારીએઃ ઉદય કાનગડ
દિપાવલી પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય

રાજકોટ, તા.૨૦: શહેરીજનોને દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની શુભેચ્છા ઓ પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ એ જણાવેલ કે દિવાળી એ પ્રકાશની સાથે સુખ સદાચાર અને સમળદ્ધિનો પણ તહેવાર છે. અંધકાર પર પ્રકાશના વિજયનું આ પર્વ આપણને સકારાત્મકતા, શ્રદ્ધા અને નવી ઊર્જા આપે છે.
વધુ માં તેઓ એ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘વિકસિત ગુજરાત'' તરફની સફરમાં રાજકોટ શહેર સતત આગળ વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોડ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને નાગરિક સુવિધાઓના ક્ષેત્રે અનેક વિકાસકાર્યો થયા છે. ત્યારે વિકસિત ભારત વિકસિત ગુજરાતની સાથે વિકસિત રાજકોટ તરફ આપણે પ્રયાસ કરીએ તેમ શુભેચ્છા પાઠવતા શ્રી ઉદય કાનગડે જણાવ્યુ છે.
(3:09 PM IST)










