News of Monday, 20th October 2025
મારામારીના કેસમાં આરોપી નિર્દોષ

રાજકોટઃ શહેર માં સરકારી હોસ્પીટલમાં નોકરી કરતાં શિલ્પાબેન વા./ઓ. હેમલગીરી વિજયગીરી ગોસ્વામી, ડો./ઓ. ચંદુગીરોગોસ્વામી કે જેઓ ઘણાં વખતથી માવતરે રીસામણે હોય અને જેને અનુસંધાને તેઓના પતિ હેમલગીરી વિજયગીરી ગોસ્વામી રહે. રામેશ્વર નગર, શક્તિ પાર્ક-૧, જામનગર વાળાએ, તેઓના પિતા ચંદુગીરી ભગવાનગીરી ગોસ્વામીને તા. ૦૫/૦૭/૨૦૧૮ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે હરિધવા રોડ ઉપર મહાદેવના મંદિર પાસે, પાછળના ભાગે મોટર સાયકલ અથડાવી નીચે પાડી દીધેલા અને જેમ ફાવે તેમ ગાળો બોલી તને અને તારી દિકરી શિલ્પાને જીવતા રહેવા દેશું નહિ. તેમ કહી રોડ પણ પડેલ એક પથ્થર લઈ મોઢામાં ડાબી બાજુના જડબા પર મારી, ધક્કો મારી નીચે પાડી દઈ, અને પગમાં પણ ઈજા પહોંચાડેલ અને જડબામાં ફેકચર કરેલ તે બાબતની ફરિયાદ આઈ.પી.સી. કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી. એકટ ૧૩૫ મુજબની ભિક્તનગર પોલસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ જે અંગેનો ફોજદારી કેસ નં. ૧૨૩૨૫/૨૦૧૮ થી રાજકોટ બીજા અધિક ચીફ જયુડી મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં આરોપી હેમલગીરી વિજયગીરી ગોસ્વામીને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે.
બનાવની હકકીત એવી છે કે જામનગર મુકામે રહેતા હેમલગીર વિજયગીરી ગોસ્વામી સાથે રાજકોટ સરકારી હોસ્પીટલમાં નર્સ તરીકે નોકરી કરતાં શિલ્પાબેન ચંદુગીરી ગોસ્વામીના લગ્ન તા. ૧૦/૧૦/૨૦૧૬ ના રોજ લગ્ન થયેલ, ત્યાર બાદ તેઓ લગ્ન હક્ક પુરા કરવા ગયા ત્યારે અવાર-નવાર મેણાં ટોણાં મારી તેણીના સાસુ સરસ્વતીબેન વિજયગીરી ગોસ્વામી, સસરા વિજયગીરી ભીમગીર ગોસ્વામી તેમજ પતિ હેમલગીરી વિજયગરી ગોસ્વામી કરિયાવર તેમજ ઘરકામ બાબતે મેણાં ટોણાં મારતાં અને મારકૂટ કરતાં હોય, શિલ્પાબેને ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબની ફરિયાદ નોંધાવેલ જે કેસમાં પણ આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકેલ છે. પરંતુ રિસામણે હોય તે દરમ્યાન તેમના પતિ આરોપી હેમલગીરી વિજયગીરી ગોસ્વામીએ પોતાનું મોટર સાયકલ પુર ઝડપે ચલાવી પોતાના સસરા ચંદુગીરી ભવાનગીરી ગોસ્વામી સાયકલ ઉપર જતાં હોય તેમને પાછળથી ઠોકર મારી નીચે પછાડી દીધા અને મોઢા ઉપર પથ્થર મારી ઝડબુ તોડી દીધેલ જે બારાની કરિયાદ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપતાં આરોપી હેમલગીરી ગોસ્વામી સામે, ગુન્હો રજીસ્ટરે લઈ, ચાર્જશીટ કરેલ અને સદરહુ ગુન્હા અંગેનો કેસ રાજકોટના બીજા અધિક ચીફ઼ જયુડી. મેજી. સમક્ષ ચાલેલ જેમાં ફરિયાદ પક્ષે ૧૩ સાક્ષીઓ તપાસવામાં આવેલ જે તમામ સાહેદોએ ફરિયાદ પક્ષને સમર્થન આપેલ અને ત્યાર બાદ આ કામમાં આરોપી તરફે આરોપીએ પોતે તેમજ ડો. મેણસીભાઈ સાજણભાઈ ડાંગરને તપાસેલ કામમાં ત્યાર બાદ આરોપી તરફે લંબાણપુર્વક ઉલટ તપાસ કરવામાં આવેલ, ત્યાર બાદ કામ દલીલ ઉપર આવતા આરોપી દ્વારા પક્ષ લંબાણપુર્વક દલીલ કરેલ અને જુદી જુદી વડી અદાલતોના ચુકાદાઓ રજૂ રાખવામાં આવેલ અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકાવા રજૂઆત કરવામાં આવેલ.
બન્ને પક્ષોની દલીલ સાંભળી આરોપી પક્ષે રજૂ કરવામાં આવેલ રજૂઆત માન્ય રાખી રાજકોટના બીજા અધિક ચીફ઼ જયુડી. મેજી કોર્ટે આરોપી હેમલગીરી વિજયગીરી ગોસ્વામીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામે બન્ને આરોપીઓ વતી રાજકોટના જાણીતા ધારાશાષાી શ્રી અમીત.એસ.ભગત, મનિષ બી. ચૌહાણ, ધર્મેન્દ્ર ડી. બરવાડીયા રોકાયેલ હતા.
(3:29 PM IST)










