તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th October 2025
દીપાવલી પર્વે બજારમાં ખરીદીનો ઉત્સાહઃ ગ્રાહકો ઉમંગભેર ઉમટ્યા
મુખ્ય બજારોમાં ભારે ભીડ કપડા,ફૂટવેર,સાજ-સજાવટની ચીજ-વસ્તુઓની ધૂમ ખરીદી મિઠાઈ અને મુખવાસની જબરી માંગબજારો રોશનીથી ઝગમગ્યા

રાજકોટઃ પ્રકાશ પર્વ દીપોત્સવના તહેવારોને વધાવવા જન જનમાં ઉમંગ ઉત્સાહનો સંચાર જોવા મળે છે શહેર-ગામની બજારોમાં ખરીદીનો જબરો ઉત્સાહ છવાયો છે મુખ્ય બજારોમાં મોડે સુધી ગ્રાહકીનો ધમધમાટ સાથે રોનક છવાઈ છે દિવાળી પર્વ અને નવા વર્ષને ઉમંગભેર વધાવવા લોકો નવી ચીજ વસ્તુઓની ખરીદી કરે છે.
પ્રકાશ પર્વના પ્રારંભે મુખ્ય બજારો ગ્રાહકોથી જાણે ઉભરાયા છે શહેરના ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી પરાબજાર અને યાજ્ઞિક રોડ જેવા પરંપરાગત બજારો સાથે શહેરના દુર છેવાડાના વિસ્તારોની બજારમાં પણ માહોલ બન્યો છે મોંઘવારીની બુમ તહેવારોની ઉજવણીનો ઉત્સાહ જોવા મળે છે બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે.
કપડા બજારમાં સૌથી પહેલા ચમક જોવા મળતી હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષો થી રેડીમેડ કપડાનું ચલણ વધતા છેલ્લી ઘડીએ પણ રેડી મેડ માર્કેટમાં ધૂમ ખરીદી થઇ રહી છે સાથે બુટ ચપ્પલ અને મોજડી બજારમાં પણ ગ્રાહકોની ચહલ પહલ વધી છે.
બીજીતરફ ગૃહણીઓ ઘરની સાજ સજાવટની ચીજવસ્તુઓ લેવા ઉમટી પડી છે મીઠાઈ મુખવાસ બજારમાં પણ ધૂમ ખરીદી થઇ રહી છે. ઘરાકીનો શુભ-લાભના પ્રતિક રંગબેરંગી તોરણો અને ઘરમાં નવા ઓછાડ કવર રંગોળી માટેના કલર ડીઝાઈન સહિતની નાની મોટી ખરીદીમાં મહિલાઓ અગ્રેસર છે.
દિવાળી પર્વે મુખ્ય બજારો રોશનીથી જગ્માગી ઝગમગી માહોલ છવાયો છે મોડે સુધી ધમધમતા બજારમાં ધૂમ ખરીદી થઇ રહી છે વાહનોનું વેચાણ પણ ટોપ ગિયરમાં થશે ગૃહણીઓ હોમ એપ્લીન્સ બજારમાં પણ ખરીદીનો માહોલ છે.
(3:25 PM IST)










