<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

પ્રામાણિકતાથી કમાયેલી સંપતિ સુખ-શાંતિ આપે છેઃ પ્રભુ સ્‍વામી

રાજકોટ ગુરૂકુલની ઉના શાખામાં ચોપડા પૂજન

રાજકોટ, તા. ૨૦: ગીર સોમનાથના ઉના ખાતેના આનંદગઢ રોકડિયા હનુમાન પાસે આવેલ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલમાં આજે ગુરુવર્ય શ્રી દેવ કળષ્‍ણદાસજી સ્‍વામી તથા મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદજી અને સદગુરુ શ્રી ધર્મભલવદાસજી સ્‍વામીની પ્રેરણાથી ચોપડા પૂજન કરવામાં આવેલ.

સ્‍વામી શ્રી હરિવદનદાસજીના માર્ગદર્શન અનુસાર શ્રી પ્રભુ સ્‍વામી, શ્રી સત્‍યપ્રકાશદાસજી સ્‍વામી, શાસ્ત્રીશ્રી સર્વજ્ઞદાસજી સ્‍વામી, શ્રી અભય સ્‍વામી તથા શ્રી પ્રેમનંદનદાસજી સ્‍વામીએ ચોપડા પૂજન કરેલ. પ્રારંભમાં ગણપતિ પૂજન, લક્ષ્મી પૂજન, તથા શારદા પૂજન બાદ સંતોએ ચોપડાઓમાં કંકુથી ચાંદલા કરેલ.

આ પ્રસંગે શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે ભગવાન શ્રી સ્‍વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વ શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગળહસ્‍થ એ પોતાના ઉપજ ખર્ચનું  નિત્‍ય પ્રત્‍યે રૂડા અક્ષરે કરીને પોતે નામું લખવું. ઉપરાંત તેઓએ કહેલું  કે ઉપજને અનુસારે ખર્ચ કરવો. અન્‍યથા મોટું દુખ થાય છે. આજે કેટલાક લોકો તગડા વ્‍યાજે પૈસા લઇને પછી ભરપાઇ ન થઇ શકતાં આત્‍મ હત્‍યા કરે છે,

વધુમાં તેઓશ્રીએ કહ્યું હતું કે ત્રણ પ્રકારની લક્ષ્મી છે. સાત્‍વિક, રાજસ ને તામસ. પ્રમાણિકતાથી કમાયેલી સંપતિ સુખ આપે છે. બીજાને દુઃખવીને લાંચ રૂશ્વત આદિથી મેળવેલ લક્ષ્મી સુખદાઈ કે શાંતિદાઇ નથી હોતી. એ વ્‍યસન, ફેશન કે વ્‍યભિચાર જેવા બરબાદીના માર્ગે જ વેડફાય છે.

અંતમાં શ્રી પ્રભુ સ્‍વામીએ કહ્યું હતું કે વધુ પ્રમાણમાં ફટાકડા ફોડીને પ્રદૂષણનું દૂષણ ન વધારીએ, પશુપક્ષીઓની તથા વળદ્ધોની પરેશાની ન વધારીએ તો લક્ષ્મીજી વિશેષ પ્રસન્ન થશે.

(3:27 PM IST)