<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

રાજકોટ જૂના એરપોર્ટ વિસ્તારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી

આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

શહેરના જૂના એરપોર્ટ વિસ્તારમાં આજે રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. આગની જ્વાળાઓ દૂરથી પણ જોઈ શકાતી હતી, જેના પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગને જાણ કરવામાં આવી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ધોરણે ચાર જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે જવા માટે રવાના કરી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

સદનસીબે, આ જૂનું એરપોર્ટ હાલમાં બંધ છે, જેના કારણે કોઈ મોટી જાનહાનિના કે ઈજાના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. પરંતુ, આગ કયા કારણોસર લાગી અને એરપોર્ટના કયા ભાગમાં નુકસાન થયું છે, તેની વિગતો ફાયર બ્રિગેડના ઓપરેશન બાદ જ સ્પષ્ટ થશે.

(12:24 AM IST)