<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ગુરૂવારથી બગડાઇ પરિવાર દ્વારા ભાગવત કથા

સાંગણવા ચોકમાં શ્રી લોહાણા મહાજનવાડીમાં આયોજનઃ વ્‍યાસાસને મોટા વડાળાવાળા શ્રી બાલકૃષ્‍ણલાલ હવેલીના મુખ્‍યાજી પૂ. દિલીપકૃષ્‍ણ ઠાકુરજી મહારાજ

રાજકોટ તા.૨૧: રાજકોટના બગડાઈ પરિવારના પિતૃદેવ તથા કુળદેવી શ્રી ભવાની માતાજી તથા શ્રી સુરાપુરા દાદાજીના આર્શિવાદ થી સ્‍વ.રમેશભાઈ જમનાદાસ બગડાઈ પરિવાર દ્વારા સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન રાજકોટમાં આવેલ શ્રી લોહાણા મહાજન વાડી - વિભાગ ૨/૩ સાંગણવા ચોક ખાતે તા. ૨૩-૧૦-૨૦૨પ ને ગુરૂવારથી  તા. ૨૯-૧૦-૨૦૨પને બુધવાર સુધી કરવામાં આવ્‍યું છે 

શ્રીમદ્‌ ભાગવત  જ્ઞાનયજ્ઞમાં મોટા વડાળાવાળા શ્રી બાલકળષ્‍ણલાલ હવેલીના મુખ્‍યાજી પ.પુ. શ્રી દિલીપકળષ્‍ણ ઠાકુરજી મહારાજ વ્‍યાસપીઠ ઉપર બિરાજીને સંગીત સુરાવલી, સાથે અમીઝરણા સ્‍વરૂપે કથામળતનું રસપાન કરાવશે.

શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના પાવન પ્રસંગોમા તા.૨૩ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે પોથીયાત્રા,તા.૨૪ ને શુક્રવારે સાંજે ૫:૦૦ વાગ્‍યે કપિલ જન્‍મ,તા.૨૫ ને શનિવારે સાંજે ૫:૩૦ વાગ્‍યે નૃસિંહ પ્રાગટ્ય ,તા.૨૬ ને રવિવારે સવારે ૧૧ વાગ્‍યે વામન પ્રાગટ્ય ,બપોરે ૧૨ વાગ્‍યે શ્રી રામ જન્‍મ સાંજે ૫ વાગ્‍યે શ્રી ક્રુષ્ણ જન્‍મોત્‍સવ ઉજવાશે.

તા.૨૭ ને સોમવારે સાંજે ૫ વાગ્‍યે ગોવર્ધન પૂજન, તા.૨૮ ને મંગળવારે સાંજે ૫ વાગ્‍યે રૂક્ષ્મણી વિવાહ,તા.૨૯ને બુધવારે સવારે ૧૧ વાગ્‍યે સુદામા ચરિત્ર તથા સાંજે ૫ વાગ્‍યે કથા વિરામ લેશે.તા.૩૦ ને ગુરુવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્‍યા સુધી શ્રી વિષ્‍ણુ સહસ્‍ત્ર યજ્ઞનું આયોજન કરાયું છે. કથા દરમિયાન દરરોજ બપોરે ૧૨ વાગ્‍યે અને દરરોજ રાત્રિના ૮ વાગ્‍યે પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથાનો સમય સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩::૩૦ થી ૬:૩૦ રાખેલ છે.

શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ માટે સ્‍વ.જમનાદાસ સુંદરજી બગડાઈ,સ્‍વ.મુળજીભાઈ જમનાદાસ બગડાઈ,સ્‍વ.તરુણભાઈ જમનાદાસ બગડાઇ,સ્‍વ.રમેશભાઈ જમનાદાસ બગડાઈ,સ્‍વ. લક્ષ્મીબેન જમનાદાસ બગડાઈ,સ્‍વ. હંસાબેન મુળજીભાઈ બગડાઈ, સ્‍વ. સરોજબેન તરુણભાઈ બગડાઈના અંતરીક્ષમાંથી આશીર્વાદ પ્રાપ્ત થયા છે

 શ્રીમદ ભાગવત સપ્તાહ માટે પ્રતાપભાઈ જમનાદાસ બગડાઈ, રમણીકભાઇ જમનાદાસ બગડાઈ, ગોપાલભાઈ જમનાદાસ બગડાઇ,શૈલેષભાઈ મુળજીભાઈ બગડાઈ, અનિલભાઈ મુળજીભાઈ બગડાઈ, અમિતભાઈ રમેશભાઈ બગડાઈ, વિશાલભાઈ ગોપાલભાઈ બગડાઇ, પ્રતિકભાઈ ગોપાલભાઈ બગડાઈ, સચિનભાઈ શૈલેષભાઈ બગડાઈ,અ.સૌ.ભારતીબેન પ્રતાપભાઈ બગડાઈ,અ.સૌ. પુષ્‍પાબેન રમણીકભાઈ બગડાઈ,ગં.સ્‍વ. કપિલાબેન રમેશભાઈ બગડાઈ,અ.સૌ. હંસાબેન ગોપાલભાઈ બગડાઈ,અ.સૌ.પ્રવિણાબેન શૈલેષભાઈ બગડાઈ,અ.સૌ. પારૂલબેન અનિલભાઈ બગડાઈ,અ.સૌ. સોનિયાબેન અમિતભાઈ બગડાઈ,અ.સૌ. પ્રતિક્ષાબેન વિશાલભાઈ બગડાઇ,અ.સૌ. વિધિબેન પ્રતિકભાઈ બગડાઈ,અ.સૌ. અંજલિબેન સચિનભાઈ બગડાઇ, દર્શનાભિલાષી પ્રેમ અમિતભાઈ બગડાઈ,સૌરવ શૈલેષભાઈ બગડાઈ,અલ્‍પેશ રમણીકભાઈ બગડાઈ,દિપક તરુણભાઈ બગડાઈ,જય અનિલભાઈ બગડાઈ,અનિકેત સચિનભાઈ બગડાઇ,રાજેશ પ્રતાપભાઈ બગડાઈ,સંજય પ્રતાપભાઈ બગડાઈ,વિરાજ વિશાલભાઈ બગડાઈ,પ્રેમ અનિલભાઈ બગડાઈ,પાયલ અમિતભાઈ બગડાઈ,આગમનના અભિલાષી અમિતકુમાર કાંતિલાલ પોપટ રીટાબેન અમિતકુમાર પોપટ ,શુભેચ્‍છક ખ્‍યાતી એન્‍ટરપ્રાઈઝ શૈલેષભાઈ બારદાનવાળા સહિત પરિવાર જહેમત ઉઠાવે છે.

કથા શ્રવણ નો લાભ લેવા નિમંત્રક અમિતભાઈ રમેશભાઈ બગડાઇ પરિવાર‘‘શ્રી ભવાની કૃપા'' બ્‍લોક નં. C-19 ‘‘ન્‍યુ સ્‍વાતિ પાર્ક'' શેરી નં. ૧-ખ્‍, રાજકોટ. મો. ૯૮ર૪૩ ૯૧૦૨૪, ૯૮૨૪૩ ૪૭૦૨પ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.જ્ઞાનરૂપી ગંગાનું શ્રવણપાન કરવા આ સત્‍કર્મ પુણ્‍ય કર્મ મા પધારી પુણ્‍યશાળી બનવા તથા પાવનકારી પ્રસંગને દિપાવવા તેમજ પ્રત્‍યેક જીવનનું કલ્‍યાણ કરનાર આ પાવન પ્રસંગમાં  પરિવાર સહિત પધારવા બગડાઈ પરિવાર તરફથી ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવેલ છે. (૩.૫)

(2:42 PM IST)