<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

સેવા, સંગઠન અને વહીવટના સારથિ, રાજકારણના માનવંતા મહારથી નીતિન ભારદ્વાજનો આજે ૬૩મો જન્મદિવસ

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગરના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપના અગ્રણી નેતા યશસ્વી જીવનના ૬૩મા વર્ષમાં પ્રવેશ્યા : રાજકારણની પીચ પર અણનમ રહેલા ભારદ્વાજ બે વખત સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદે રહી ચૂક્યા છે : જન્મદિવસ નિમિત્તે વહી રહ્યો છે તેમના પર શુભેચ્છાનો ધોધ

રાજકોટ, તા. ૨૧ ઓક્ટોબર: રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગરના પૂર્વ પ્રભારી અને પ્રદેશ ભાજપના અગ્રણી નેતા શ્રી નીતિન ભારદ્વાજનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ ૨૧ ઓક્ટોબર, ૧૯૬૩ ના દિવસે થયો હતો, અને આજે તેઓ તેમના યશસ્વી જીવનના ૬૩મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સંગઠન અને વહીવટના અનુભવી નેતા:
નીતિન ભારદ્વાજ રાજકારણ અને વહીવટ બંને ક્ષેત્રના ઊંડા અનુભવી છે. ભૂતકાળમાં તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે બે વખત કુનેહપૂર્વક કામગીરી કરી ચૂક્યા છે.
તેમણે સંગઠનને મજબૂત બનાવવા માટે જોરશોરથી કાર્ય કર્યું છે અને રાજકારણની પીચ પર વર્ષોથી તેઓ અણનમ રહ્યા છે. તેઓએ જુદા જુદા જિલ્લાઓમાં પ્રભારી તરીકે તેમજ પ્રસંગોપાત ચૂંટણી નિરીક્ષક તરીકે પણ મહત્વની જવાબદારીઓ સંભાળી છે.

સુરેન્દ્રનગરમાં બહુમૂલ્ય યોગદાન:
નીતિન ભારદ્વાજે સુરેન્દ્રનગરમાં પ્રભારી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ભાજપને આ લોકસભા બેઠક પર વિજય અપાવવા માટે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમની આ કામગીરી સંગઠનમાં તેમની પકડ અને રાજકીય કુશળતા દર્શાવે છે.

તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રના અગ્રણી નેતાઓ તેમજ પક્ષના કાર્યકરો દ્વારા તેમને મોબાઇલ નંબર ૯૮૨૪૦ ૪૩૦૪૩ પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

 

(1:12 PM IST)