News of Tuesday, 21st October 2025
‘ધોકા'ના આગલા દિવસે ૯ સ્થળે ‘ધોકાવાળી'
મોરબીમાં ખેડુત, પુત્ર, પત્નિ પર ભાઇ-ભત્રીજાનો હુમલોઃ ફ્રેકચરઃ રાજકોટમાં વર્ષાબેનને તું કેમ મારી સાથે લગ્ન કરતી નથી કરતી નથી કહી સાવને છરી ઝીંકીઃ તું કેમ હવે અમારી સાથે બેસતો નથી? કહી હરિઓમ પાર્કના જયરાજનો હાથ ભાંગી નાંખ્યો : ગોકુલધામ પાસે જલજીતમાં ફટાકડા મામલે ભાવેશ ઉર્ફ કાનાએ ભાઇ કૃણાલ અને પિતા રાજેશભાઇને છરી-પાઇપથી ઘાયલ કર્યાઃ બેડલામાં હેમુબેન રાઠોડ પર ભત્રીજાઓનો પથ્થરમારોઃ નવાગામમાં ગાળો બોલવાની ના પાડતાં વિજયભાઇ પર પડોશીઓનો ધોકાથી હુમલોઃ તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૧: દિવાળીના દિવસે અને ધોકાની આગલી સાંજે-રાતે રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરમાં અલગ અલગ કારણોસર ધોકાવાળી થઇ હતી. પાઇપ, હાથના કડા, પથ્થરથી પણ મારામારી કરવામાં આવી હતી. આવી નવ ઘટનાઓ બની હતી. તમામ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતાં હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે જે તે પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવી હતી.
મોરબીના રામગઢ કોયલી ગામે રહેતા વિનોદભાઈ દેવજીભાઈ લોહિયા (ઉ.વ.૪૯)નામના આધેડ વાડીએ હતા ત્યારે મોટો ભાઈ અમરશી અને તેના પુત્ર કૈલાશએ કૂવાની મોટર ચાલુ ન કરવા દેવાનું કહી ઝગડો કરી પાઇપથી આડેધડ મારમારતા છોડાવવા વચ્ચે પડેલા પત્નિ રામીબેન (ઉ.વ.૪૬) અને પુત્ર જયદેવ (ઉ.વ.૨૧)ને પણ પાઇપના ઘા મારી દેતા ત્રણેયને ઇજા થવાથી મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રામીબેનને હાથમાં ફેક્ચર હોવાનું નિદાન થયું હતું અને પુત્ર જયદેવને માથામાં છ જેટલા ટાકા આવ્યા હતા.
જયારે વિનોદભાઈને વધુ ઇજા હોવાથી ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.વિનોદભાઈના સગા હીરાભાઈના કહેવા મુજબ બધા ભાઈઓની વાડીમાં પાણી પીવડાવવા માટે સહિયારો કૂવો છે, ગઈકાલે વિનોદભાઈ તેમના પત્નિ અને પુત્ર વાડીએ હતા ત્યારે કુવા પાસે મોટર ચાલુ કરવા ગયા ત્યારે મોટો ભાઈ અમરશી અને તેના પુત્ર કૈલાશએ મોટર ચાલુ નથી કરવા દેવી કહી માથાકૂટ કરી હુમલો કર્યો હતો. મોરબી તાલુકા પોલીસ વધુ તપાસ કરે છે. ં
મારામારીના બીજા બનાવમાં રાજકોટ કોઠારીયા ખોખડદડ નદી કાંઠે હરિઓમ પાર્ક-૨માં રહેતાં જયરાજભાઇ કનુભાઇ બોરીચા (ઉ.વ.૩૫) ઉપર મુકેશ વાઘેલા, અંકુર વાઘેલા અને અજયએ છરી, લોખંડના પાઇપથી હુમલો કરી માથા, શરીરે ઘા ફટકારી મુંઢ ઇજા પહોંચાડી તેમજ જમણા હાથના પોચામાં ફ્રેકચર કરી નાંખતા સારવાર માટે દાખલ થતાં આજીડેમ પોલીસે તેની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો છ.ે
જયરાજભાઇ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને પરિવાર સાથે રહે છે. તેણે કહ્યું હતું કે દિવાળીની સાંજે હું અને મિત્ર લલીત ઉર્ફ લાલો બાલાસરા ખોખડદળ પૂલ પાસે વેલનાથ રોડ પર રવેચી પાન નામની દુકાને બેઠા હતાં ત્યારે મુકેશ, તેનો ભાઇ અંકુર આવ્યા હતાં. અહિ મુકેશે મને કહેલુક ે તું કેમ અમારી સાથે હવે રહેતો નથી અને સાથે બેસવા આવતો નથી? તેમ કહી ગાળો દેવા માંડતાં મેં તેને ગાળો દેવાની ના પાડતાં આ બંનેએ અજયભાઇની દુકાનમાં જઇ છરી અને પાઇપ કાઢી મારા પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. દુકાનવાળો અજયભાઇ પણ મુકેશનો મિત્ર હોઇ તે પણ મારામારીમાં સામેલ થયો હતો. મને મોઢા પર, હાથ, પગમાં ઇજાઓ થતાં દેકારો કરતાં લોકો ભેગા થઇ જતાં મને છોડાવ્યો હતો. હોસ્પિટલમાં ખસેડાતાં હાથમાં ફ્રેકચરનો રિપોર્ટ આવ્યો હતો. તેમ વધુમાં જયરાજે કહેતાં પીએસઆઇ આર. એમ. સાખરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં ગોકુલધામના ગેઇટ પાસે જલજીત સોસાયટી-૬માં રહેતાં કૃણાલ રાજેશભાઇ મશરૂ (ઉ.વ.૨૧) પર રાતે તેના જ ભાઇ ભાવેશ ઉર્ફ કાનાએ પાઇપથી હુમલો કરી માથામાં ઇજા કરતાં પિતા રાજશેભાઇ જમનાદાસભાઇ મશરૂ (ઉ.વ.૬૦) બચાવવા વચ્ચે પડતાં તેમને પણ છરી મારી દેતાં બંને પિતા-પુત્રને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.
કૃણાલના કહેવા મુજબ મારો ભાઇ ભાવેશ ઉર્ફ કાનો કંઇ કામધંધો કરતો નથી. તે રાતે નશા જેવી હાલતમાં પડોશીઓના ઘર તરફ ફટાકડા સળગાવી ફેકતો હોઇ તેને મેં સમજાવતાં ઉશ્કેરાઇ જઇ મારા પર હુમલો કર્યો હતો. બાદમાં મારા પપ્પા રાજશેભાઇ વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડી હતી.
ચોથા બનાવમાં કુવાડવાથી આગળ આવેલા બેડલા ગામે રેહતાં હેમુબેન શામજીભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) પર તેમના દિયરના બે દિકરા અજીત દેવાભાઇ અને સુનિલ દેવાભાઇએ પાણકાના ઘા કરી ઢીકાપાટુ મારી ઇજા કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. સામા પક્ષે તેનો ભત્રીજો અજીત દેવાભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) પણ સારવાર માટે દાખલ થયો હતો. તેને પોતાના પર મોટા બાપુના દિકરાઓએ હુમલો કર્યાનું કહ્યું હતું. હેમુબેને જણાવ્યું હતું કે સાંજે મારા દિકરા અનીલ સાથે દિયરના દિકરા અજીતે ગામમાં બોલાચાલી કરી હતી. બાદમાં સાંજે ખાર રાખી અમારી ઘરે આવી મારામારી કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
પાંચમા બનાવમાં કોઠારીયા સોલવન્ટ પાસે કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં મુળ યુપીના બબલુ રામેશ્વર કુશવાહા (ઉ.વ.૨૭)ને પડોશમાં માથાકુટ થતી હોઇ પોતે છોડાવવા વચ્ચે જતાં યુપીના જ એક શખ્સે ધોકાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.
છઠ્ઠા બનાવમાં આટકોટમાં રહેતાં અને ગેરેજમાં કામ કરતાં આશિષ ભરતભાઇ સાકરીયા (ઉ.વ.૧૬)ને તે રાતે અગીયારેક વાગ્યે બાઘાભાઇની વાડી પાસે હતો ત્યારે જુના મનદુઃખનો ખાર રાખી રાહુલ અને તેની માતા વિજુબેને ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા પહોંચાડતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આટકોટ પોલીસને જાણ કરાઇ હતી.
સાતમા બનાવમાં નવાગામ આણંદપરમાં રહેતાં અને છકડો હંકારી ગુજરાન ચલાવતાં વિજયભાઇ ધીરૂભાઇ મકવાણા (ઉ.વ.૪૫)ને ાસંજે ઘર પાસે રહેતાં કિશોર અને જહાએ ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી. વિજયભાઇના કહેવા મુજબ આ પડોશીઓ ગાળો બોલતાં હોઇ ના પાડતાં બપોરે બોલાચાલી કરી હતી. બાદમાં સાંજે ફરીથી દારૂ પી ડખ્ખો કરી હુમલો કર્યો હતો.
આઠમા બનાવમાં રાજકોટ બજરંગવાડી પોલીસ ચોકી નજીક રહેતાં મોહિત સુરેશભાઇ ડોડીયા (ઉ.વ.૪૦)ને ઘર નજીક પ્રિન્સ નામના શખ્સે ગાળો બોલવા મામલે ઝઘડો કરી હાથમાં પહેરવાના કડાથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.
નવમા બનાવમાં સહકાર રોડ ઘનશ્યામનગરમાં રહેતાં વર્ષાબેન ગોપાલભાઇ દાતી (ઉ.વ.૪૫)ને તેની સાથે જ રહેતાં મુળ કાલાવડના સાવન રમણીકપરી ગોસ્વામી (રહે. હાલ આશાપુરાનગર, ગોકુલ પાન પાસે) નામના શખ્સે છરીથી ઇજા પહોંચાડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ભક્તિનગરના પીએસઆઇ પી. એન. ગોહિલે ગુનો નોંધ્યો છે.
વર્ષાબેને જણાવ્યું હતું કે હું હાલ મારા માતા હંસાબેન સાથે રહુ છું, મારો પુત્ર જેલમાં છે. હું રાતે ઘરે હતી ત્યારે સાવન ગોસ્વામી આવ્યો હતો અને અને તું કેમ મારો મોબાઇલ ફોન ઉપાડતી નથી, કોની સાથે વાત ચાલુ હતી? તેમ પુછતાં મેં કહેલૂ઼ કે સામાજીક કામથી અન્ય સાથે વાત કરતી હતી. આથી તેણે ઉશ્કેરાઇ જઇ કહેલું કે તારે મારી સાથે લગ્ન ક્યારે કરવા છે? આથી મેં તેને ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ નેફામાંથી છરી કાઢી મને પેટમાં ઇજા પહોંચાડી હતી. બાદમાં તે ભાગી ગયો હતો. મને મારા કાકા અને માતાએ હોસ્પિટલમાં ખસેડી હતી. પાંચેક વર્ષ પહેલા મારો સંપર્ક સાવન સાથે થયો હતો અને તે મારી સાથે રહેતો હતો. પણ મેં લગ્નની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયોહ તો અને છરીથી હુમલો કર્યો હતો. પોલીસે સાવનની શોધખોળ હાથ ધરી છે.
ખુબ મોટી માલમત્તા ગયાની ચર્ચા
આ ચોરીમાં મોટી માલમત્તા ચોરાયાની પણ જાણકારોમાં ભારે ચર્ચા થઇ રહી છે. જો કે પોલીસ ચોપડે રૂા. ૪૦ લાખ ૩૦ હજારની ચોરીનો આંકડો નોંધાયો છે.
(2:10 PM IST)










