તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Tuesday, 21st October 2025
રાજકોટ માર્કેટ યાર્ડના કારકુનને માર મારી ધમકીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૨૧: રાજકોટ માર્કેટીંગ યાર્ડના કલાર્ક રાજેશ હંસરાજભાઈ ગજેરાને ચાલુ ફરજે મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકિના કેસમાં આરોપી પ્રતિક દિલીપભાઈ ચંદારાણા અને તેના પરિવારજનોનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ છે.
આ કામેફરીયાદી રાજેશભાઈ હંસરાજભાઈ ગજેરા તા.૨૪/૦૫/૨૦૨૫ ના રોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ફરજ પર હતો ત્યારે તેની સાથેના કર્મચારી ચંદ્રેશ સોજીત્રા વેપારીઓને લાયસન્સનુ બીલ લેવા અને કાર્ડ દેવા માટે જતા હતા ત્યારે આર.ટી.ઓ.પાસે ફરી યાદીને રોકી આરોપી પ્રતિક ચંદારાણા તથા દિલીપ ચંદારાણા અને નિલેશ ચંદારાણાએ એમ કહેલ કે તમે લોકો અમને વેપારીને લાયસન્સના કાર્ડ કેમ આપતા નથી અને આ બાબતે લોખંડના પાઈપથી ફરીયાદીએ ડાબા હાથમાં તથા ખભાના ભાગે તથા પીઠ પાછળ અને સાથળના ભાગે માર મારેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને મોટર સાઈકલમાં પણ તોડફોડ કરેલ અને આ અંગેની ફરીયાદ આપેલી.
ઉપરોક્ત કેસમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ થતા તેઓના એડવોકેટ અશ્વીન ગોસાઈ દ્વારા કુલ ૧૭ સાહેદોની ઉલટ તપાસ કરેલ અને આરોપી નિદોષ છુટે તેવો પુરાવો આપેલ હતો.
વધુમાં બચાવ પક્ષે રજુઆત થયેલ કે, ફરીયાદીનો પુરાવો વિશ્વનીય હોય તેવુ માની શકાય તેમ નથી ફરજ રૂકાવટના આઈ.પી.સી.ની કલમ ૩૩૨ના તત્વો ફલીત થતા થી ફરીયાદીએ પોતાનો કેસ પુરવાર કરી શકેલ નહિ આરોપીને નિર્દોષ છોડી મુકવા જોઈએ. આરોપીના એડવોકેટની દલીલોને ઘ્યાને લઈ એડિ.ચીફ. જયુડિ, મેજી.એ તમામ આરોપીને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ હતો.
ઉપરોકત કેસમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઈ શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, યુવા ધારાશાષાી કશ્યપ વિરેન્દ્રભાઈ ઠાકર, નીતેશભાઈ કથીરીયા, ચિત્રાંક વ્યાસ, નીવીદભાઈ પારેખ, રવિ મુલીયા, નેહાબેન વ્યાસ, બીનાબેન પટેલ, હર્ષીલભાઈ શાહ, ભાવીનભાઈ રૂધાણી, રાજુભાઈ ગોસ્વામી, સચીન ગોસ્વામી, રીનાબેન સરના રોકાયેલ હતા.
(2:28 PM IST)










